અમદાવાદ ના ગેરતપુર માં નવજીવન વિહાર સોસાયટી માં હની ટ્રેપ વિથ લૂંટ ની ઘટના - At This Time

અમદાવાદ ના ગેરતપુર માં નવજીવન વિહાર સોસાયટી માં હની ટ્રેપ વિથ લૂંટ ની ઘટના


ચાલક અને ભેજાબાજ યુવતીએ મળતિયાઓ સાથે મળી યુવક ને ઘરે બોલાવી ફસાવ્યો બંધક બનાવી લૂંટ ની ઘટના બાદ ભોગ બનનાર પાસે માગી મોટી રકમ.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તારીખ ૨૧ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ ગેરતપુર વિસ્તારમાં હની ટ્રેપ ની એક ઘટનામાં યુવક નું દ્વિચક્કી વાહન, મોબાઇલ અને પાકીટ ની લૂંટ કરતી ભેજાબાજ અને ચાલક ટોળકી ને વિવેકાનંદ નગર પોલીસ ના આશીર્વાદ કે પછી રહેમ નજર...?. આ ટોળકી એ આગળ કેટલા આવા ગુનાઓ માં સંડોવાયેલ હશે...? એ પણ ગુપ્ત રાહે તપાસ થશે કે કેમ...?

ગેરાતપુર માં નવજીવન વિહાર નામ ના રહેણાંક વિસ્તારમાં આવી ગતિવિધિઓ અને ઘટના ને અંજામ આપતી ટોળકી બાબતે વિવેકાનંદ નગર પોલીસ કર્મચારી ગંભીરતા થી સમયસર નોંધ ન લેતા ક્યારેક ક્યારેક પોલીસ સ્ટેશન ના જવાબદાર અધિકારીઓ સહિત પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારીઓ ની સકારાત્મક અને પ્રજા લક્ષી કામગીરી પણ પ્રજામાં નકારાત્મક દૃષ્ટિકોણ માં ફેરવાઈ જાય છે આવું જ કંઇક થયું વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં જાણો શું હતી સમગ્ર ઘટના,

અમદાવાદ ના ગેરાતપુર માં વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નવજીવન વિહાર ફ્લેટમાં રહેતી એક યુવતી અને તેના મળતિયા સાગરીતો દ્વારા થોડા સમય પહેલા પરણિત યુવક નો મોબાઈલ નંબર મેળવી What's app ના માધ્યમ થી મિત્રતા કેળવી યુવતી અવાર નવાર પોતાની આર્થિક તકલીફ અને આર્થિક પરિસ્થિતિ નબળી હોય યુવક પાસે મિત્રતા કેળવી ઉછીના પૈસા અને અન્ય રીતે આર્થિક લાભ મેળવતી રહી થોડા સમય બાદ યુવતી અને તેના સાગરીતોની પૈસા ની ભૂખ વધતા ભોગ બનનાર યુવકને નવરાત્રી માં યુવતી એ યુવક ને ફોન,મેસેજ કરી પોતાના ઘરે બોલાવી એકાંત ના સમયે સાથે બેઠેલા યુવક અને યુવતી બેઠા હતા તે સમયે યુવતી અને તેના મળતિયાઓ ની ગોઠવણ મુજબ યુવતી ના સાગરીતો યુવતીના ઘરે અચાનક પહોંચી જઈ મારી બેન ને શું કામ મળવા આવ્યો એમ કહી યુવક ઉપર મળતીયાઓ એ હાથ ચાલાકી કરી યુવક નું બાઈક, મોબાઇલ અને પૈસા અને જરૂરી દસ્તાવેજો સાથે નું પાકીટ ની લૂંટ ચલાવી અને યુવક હોબાળો ના કરે એ માટે તેને યુવતી સાથે ફોટા પાડી ફોટા વાઇરલ કરવાની ધમકી આપી મેટર ની પતાવટ માટે મોટી રકમ ની માંગણી કરી હતી,

૨૧ ઑક્ટોબર ના રોજ આ યુવતીએ પોતાના મળતીયાઓ સાથે મળી લૂંટ ની ઘટના ને અંજામ આપી ભોગ બનનાર યુવક ને ઘટના સમયે યુવતી સાથે જબરજસ્તી કેટલાક ફોટા પડેલા અને આ બધા તારા ફોટા તારા ઘરે અને સોશિયલ મીડિયા માં વાઈરલ કરી તારું ઘર તોડાવવા ની યુવક ને ધમકી આપી હતી અને પોલીસ માં જાણ કરવી હોય તો કરી દેજે અને અમે પોલીસ થી નથી ડરતા અને એમ જણાવી યુવક ને હાથીજણ ચોકડી મળતીયાઓ મૂકી આવ્યા હતા અને મૂકવા જનાર વ્યક્તિએ એક અન્ય મળતિયા ઈસમ નો ફોન નંબર આપ્યો હતો અને મેટર પતાવવા માટે કાલે આવી મળી જજે નહીં તો મોટા કેસ માં ફસાવી દઈશું એમ જણાવેલ ભોગ બનનાર યુવક ને,

આ હની ટ્રેપ અને લૂંટ ની ઘટના ના બીજા દિવસે કોઈ આપેલ અજાણ્યા યુવક ના મોબાઈલ નંબર ઉપર ફોન કરી ભોગ બનનાર યુવકે બાઈક, પાકીટ અને મોબાઇલ માટે ફોન કરતાં યુવક પોતાની વસ્તુઓ લેવા જતાં અજાણ્યા યુવકે ભોગ બનનાર પાસે મૌખિક મોટી રકમ ની માંગણી કરી હતી,

આ બાબતે વિવેકાનંદ નગર પોલીસ ને પણ ભોગ બનનાર યુવકે પોલીસ ને ઘટના ના ૭ દિવસ રાહ જોયા બાદ પોલીસ ને લેખીત રજૂઆત કરતા ઘટનામાં ભોગ બનનાર અરજદાર ની અરજી ના અન્ય ૫/૬ દિવસ બાદ પણ પોલીસ તરફથી કોઈ યોગ્ય દિશામાં એટલે કે અરજી નો સમધાનિક નિકાલ કે પાકી ફરીયાદ કોઈ પણ કામગીરી વિવેકાનંદ નગર પોલીસ દ્વારા કરવામાં નહીં આવતા પોલીસ ની કામગીરી ઉપર પણ અનેક સવાલ ઊઠયા હતા,

વિવેકાનંદ નગર ના પોલીસ કર્મચારી અરજદાર ને ૪/૫ વાર રજૂઆત કરતા તપાસ કરાવીશું એટલે તમને બોલાવી શું તો વિવેકાનંદ નગર પોલીસ ને તપાસ ના નામે કેટલો સમય જોઈએ અને સામે વાળા ગુનો આચરનાર ગુનેગારો ને કેમ છુટ્ટો દોર આપી છાવરવામાં આવતા હોય છે...?

અરજદાર પારિવારિક હોય અને સામાન્ય પરિવાર નો હોય વિવેકાનંદ નગર પોલીસ ને આ અરજદર તરફથી એટલી જ રજૂઆત હતી કે લૂંટ થયેલ મુદ્દામાલ પરત અપાવીદો અને સમાધાનિક નિકાલ કરાવી દો અથવા તો ફરીયાદ દાખલ કરો આ બાબતે તો પણ વિવેકાનંદ નગર પોલીસ ના કેટલાક બાહોશ બહાદુર પોલીસ કર્મચારીઓ પાસે સમય નો અભાવ હોય કામગરી કરવા થોડો વધારે સમય જોઈતો હોય અને ભાગે બનનાર ની ધીરજ નો અંત આવતા ભોગ બનનાર યુવકે મિડિયા કર્મીઓ નો સહારો લેતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી,

આ સમગ્ર ઘટના ની હકીકત અને પોલીસ ની કામગીરી બાબતે પત્રકાર જગતમાં ગંભીરતા થી નોંધ લેતા ની સાથે જ અડધા કલાક માં જ વિવેકાનંદ નગર પોલીસ ને કઈ દિશામાં પોતાની કામગીરી કરવાની પણ સમજ પડી ગઈ હતી અને ઘટના માં મુખ્ય યુવતી વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન હાજર થઈ ગઈ હતી અને એક કલાક માં તમામ મુદ્દામાલ પોલીસે રિકવર કરી સમાધાનિક નિકાલ કરી અરજદાર એટલે કે ભોગ બનનાર યુવક ને તેની ચીજ વસ્તુઓ સુપ્રત કરી હતી,

હજુ પણ વિવેકાનંદ નગર પોલીસે આ કેસ માં યુવતી અને તેના મળતીયાઓ ને હળવાશ થી લીધા છે અને યુવતી અને તેના મળતીયાઓ ના કોઈ આધાર પુરાવા, ફોટા, લીધા છે કે કેમ...? એ મોટો સવાલ છે...કારણ કે આવા જ અસામાજિક તત્વો આવી નાની મોટી ઘટનાઓ ને અંજામ આપવા અલગ અલગ પ્રાંત કે શહેરમાં મકાન ભાડે રાખી આવી અન્ય કામકાજ ની આડ માં આવી જ ગતિવિધિઓ ચલાવતા હોય છે જે પોલીસ વિભાગ માટે ખાસ નોંધનીય છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.