જૂનાગઢ પોલીસ આયોજીત રન ફોર જૂનાગઢ કાર્યક્રમમાં માળીયા હાટીના ગિરનાર મીડીયમ ઇંગલિશ સ્કૂલનો દ્વિતીય નંબર પ્રાપ્ત કરતા માળીયા હાટીના તાલુકાનું ગૌરવ વધારેલ - At This Time

જૂનાગઢ પોલીસ આયોજીત રન ફોર જૂનાગઢ કાર્યક્રમમાં માળીયા હાટીના ગિરનાર મીડીયમ ઇંગલિશ સ્કૂલનો દ્વિતીય નંબર પ્રાપ્ત કરતા માળીયા હાટીના તાલુકાનું ગૌરવ વધારેલ


જુનાગઢ ખાતે જિલ્લા પોલીસ આયોજિત રન ફોર જુનાગઢ કાર્યક્રમમાં માળીયા હાટીનાના ગિરનાર હાઇસ્કૂલમાં બાળકોએ પોતાના કૌશલ્યથી સૌંનું ધ્યાન આક્ર્ષ્યું, દ્વિતીય સ્થાને આવી શાળા તેમજ શહેરનું નામ રોશન કર્યું.
માળીયા હાટીના જુનાગઢ જીલ્લા પોલીસ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સમગ્ર જિલ્લા માં ડ્રગ તથા નસા ના સેવન થી લોકોને બચાવવા અને જાગૃતિ લાવવાના આશયથી જુનાગઢ ખાતે મહા મેરેથોન રન ફોર જૂનાગઢનું સુંદર આયોજન કરવામાં આવેલ જેમાં અત્રેની ગિરનાર હાઇસ્કૂલમાં 60 વિદ્યાર્થીઓ દ્વારા ટ્રસ્ટી નલીનભાઇ ભાણવડિયાની માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય અશોકસર સિંદે, શીક્ષક પાંધીસર,પસ્મિતબેન, હોસ્ટેલ હેડ ખેરૂનીશાબેન દ્વારા ઉપરોક્ત કાર્યક્રમમાં સ્ટેજ પ્રફોમ્રસ અને શાળા બેન્ડ સહિતના કાર્યક્રમોમાં ભાગ લઈ ઉપસ્થિત મહેમાનો તથા રાજકીય આગેવાનોની ધ્યાન આકર્ષિત કરી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ આ તકે આઇજી નિલેશ ઝાંઝડીયા તથા એસપી હર્ષણ મહેતા દ્વારા શાળાને સિલ્ડ તેમજ મોમેટો દ્વારા સમાનિત કરવામાં આવેલ આમ નાના એવા માળીયા હાટીના શહેરની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોતાની શાળા અને શહેરનું નામ રોશન કરતા સ્થાનિક આગેવાનો દ્વારા સંસ્થા પ્રશાસન અને વિદ્યાર્થીઓને અભિનંદન આપી રહ્યા છે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.