સાત હનુમાનજી આશ્રમ, લિંબડીયામાં યાત્રાધામ વિકાસ માટે અધૂરું કામ મૂકી બે વર્ષ થી બાંઘકામ એજન્સી ગાયબ...કામમાં ભ્રષ્ટાચારની બૂ... સૌંદર્ય સભર વિસ્તારનાં વિકાસમાં વહિવટી તંત્ર ઉણું ઉતર્યું...! - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wh8d8rqsvmp75qjs/" left="-10"]

સાત હનુમાનજી આશ્રમ, લિંબડીયામાં યાત્રાધામ વિકાસ માટે અધૂરું કામ મૂકી બે વર્ષ થી બાંઘકામ એજન્સી ગાયબ…કામમાં ભ્રષ્ટાચારની બૂ… સૌંદર્ય સભર વિસ્તારનાં વિકાસમાં વહિવટી તંત્ર ઉણું ઉતર્યું…!


ત્રણ જિલ્લાની સરહદ પર આવેલ લીંબડીયા સાત હનુમાનજી આશ્રમ પ્રાકૃતિક સુંદરતાથી અભિભૂત છે. સંત શ્રી ધીરજરામ બાપા એ આ બંજર જમીનમાં સુંદર આશ્રમનું નિર્માણ કર્યું છે. ડુંગરાળ પ્રદેશમાં અનેક દુર્લભ વનસ્પતિઓ અને વૃક્ષોથી આ વિસ્તાર રમણીય લાગે છે.! આ સાત હનુમાનજી આશ્રમમાં દર્શને આવતા હરિભક્તોની સંખ્યા ખૂબ મોટી છે. ગુજરાત સરકારના મંત્રી, જિલ્લા કલેક્ટરશ્રી, અને ઉચ્ચ અધિકારી, અવારનવાર આ ચમત્કારી સાત હનુમાનજી દાદાના દર્શને આવે છે.! ત્યારે આશ્રમની ભૌગોલિક પરિસ્થિતિ, કુદરતી સૌંદર્ય, વનસ્પતિ અને પશુ પંખીઓના સુભગ સમન્વયને ભાવિક ભકતો માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવા માટે ગુજરાત સરકાર "યાત્રાધામ વિકાસ બોર્ડ" માં આ સાત હનુમાનજી આશ્રમ નો સમાવેશ કરી યાત્રિકોને રહેવા માટે બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું. પરંતુ હલકી ગુણવત્તાનું કામ પૂરું થાય તે પહેલા સ્લેબમાં તિરાડો પડી ગઈ છે. બે વર્ષ પહેલા અધુરુ મૂકેલું બિલ્ડીંગનું બાંધકામ, હાલમાં પણ તેની તેજ સ્થિતિમાં છે. છેલ્લા બે વર્ષથી બાંધકામ વિભાગના અધિકારી કે બાંધકામ એજન્સીના કર્મચારીએ બિલ્ડીંગ કેવી સ્થિતિમાં છે.? તે જોવાની પણ તસ્દી લીધી નથી.! લોકોમાં ચર્ચા જાગી છે કે અધિકારી અને એજન્સીની મીલીભગત થી પૂરા કામનું બિલ ચૂકવી દીધું છે ત્યારે વાસ્તવિકતા શું છે તે તો તપાસનો વિષય છે.! પરંતુ સરકાર શ્રી દ્વારા ધાર્મિક સ્થાનોની વિશેષતા લોકો સુધી પહોંચાડવા કે ધર્મસ્થાનોને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા 'યાત્રાધામ વિકાસ' માટે કરોડો રૂપિયા ખર્ચતા હોય છે, ત્યારે રાજકોટ, અમરેલી અને બોટાદ જિલ્લાની બોર્ડર પર આવેલ આ સુંદર આશ્રમ પાસે થોડા દિવસો પહેલાં ત્રણ સિંહ પણ દેખાયા છે ત્યારે શિક્ષણ સંસ્થાન, ગૌશાળા, વનસ્પતિ ઉદ્યાન, ગુફા, ડુંગર, સુંદર મંદિરો, રમણિય કુદરતી સૌંદર્યથી ભરપૂર આ "સાત હનુમાનજી આશ્રમ" નાં વિકાસ માટે કે પછી લોકો માટે આકર્ષણનુ કેન્દ્ર બનાવવા માં બોટાદ જિલ્લા વહીવટી તંત્ર ક્યાંક ઉણું ઉતર્યું હોય તેવું જણાઈ રહ્યું છે.! બોટાદ જિલ્લાનાં બાંધકામ વિભાગની વિકાસ કાર્યપ્રત્યેની ઘોર ઉપેક્ષાને કારણે સાત હનુમાનજી આશ્રમ ખાતે થયેલ બાંધકામમાં સરકારશ્રીનાં લાખો રૂપિયાનો ખર્ચ એળે ગયૉ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે બોટાદ જિલ્લાનાં નવ નિયુક્ત ઉત્સાહી કલેક્ટર શ્રી દ્વારા આ કાર્યને પૂરું કરવા માટે કેટલો રસ દાખવવામાં આવે છે તે જોવું રહ્યું...!


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]