સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસે ચોરાઉ છ બાઈક સાથે એક ઈસમને ઝડપી લીધો. - At This Time

સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસે ચોરાઉ છ બાઈક સાથે એક ઈસમને ઝડપી લીધો.


તા.05/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર સિટી બી-ડિવીઝન પોલીસ ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન પીએસઆઈ એચ.એસ.જાડેજા અને પોલીસ હેડકોન્સ્ટેબલ અજીતસિંહ એન.સોલંકીને મળેલી બાતમીના આધારે તેમજ સુરેન્દ્રનગર વિશ્વાસ પ્રોજેકટ નેત્રમના સોર્સથી બી-ડિવીઝન પોલીસ મથકમાં નોંધાયેલા બાઇકચોરીના ગુનામાં બાઇક સાથે શખ્સ નીકળી રહ્યો છે. આથી વઢવાણ મૂળચંદ રોડ પર વોચ ગોઠવી શખ્સ શંકાસ્પદ બાઇક સાથે નીકળતા તેનો ઝડપી પાડવામાં આવ્યો હતો. અને બાઇકના કોઇ આધારપુરાવા કે કાગળો પણ મળી ન આવતા પોલીસે શખસની પૂછપરછ કરતા જણાવ્યું કે અંદાજે 10 દિવસ પહેલા બાવળાથી આગળ મોરૈયા જી.આઇ.ડી.સી.માંથી તથા અંદાજે 15 દિવસ પહેલા રાજકોટ થોરાળા ખાતે આવેલ સરળ કંપની પાસેથી તથા અંદાજે 20 દિવસ પહેલા ‌વઢવાણ જી.આઈ.ડી.સી વિસ્તારમાં લક્ષપુઠાના કારખાના પાસેથી તથા અંદાજે 10 મહિના પહેલા લીંબડી રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી તથા અંદાજે 2 મહિના પહેલા લીંબડી સ્વામિનારાયણ મંદિર પાસેથી તથા અંદાજે 6 મહિના પહેલા સ્વામીના ગઢડા સબ સ્ટેશન પાછળથી ચોરીની કબૂલાત કરી હતી જેમાં તે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સેજકપર ગામના 28 વર્ષના રાહુલભાઈ જંયતીભાઈ મકવાણા હોવાનું જણાવ્યુ હતુ. અને આ બાઇક ઉપરાંત તેને જિલ્લા તેમજ જિલ્લા બહાર સહિત કુલ 6 બાઇકો ચોરી કર્યાની કબૂલાત કરી હતી આ કાર્યવાહીમાં પીએસઆઈ એચ.એસ.જાડેજા, એ.એન.સોલંકી, એમ.એચ.જાદવ, આર.જે.પઢેરીયા, ડી.કે.સાવધરીયા, પી.એન.હેરમા સહિતનો સ્ટાફ જોડાયો હતો તેમજ ઝડપાયેલા આરોપીને ચોરીના છ બાઇકો સાથે પકડી આગળની કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.