સુરેન્દ્રનગરના મુળી, ચોટીલા, થાન અને વઢવાણ તાલુકામાં વીજ ટીમના દરોડા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xm4fwgestdhx4pqj/" left="-10"]

સુરેન્દ્રનગરના મુળી, ચોટીલા, થાન અને વઢવાણ તાલુકામાં વીજ ટીમના દરોડા


તા.05/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લાનાં મુળી, ચોટીલા, થાન અને વઢવાણ તાલુકામાં પી. જી. વી. સી. એલ. ની વીજચેકીંગ ટીમોએ ધામા નાંખીને કડક વિજચેકીંગ હાથ ધરી 50 વીજજોડાણમાં ગેરરીતિ જણાતા રૂા. 60 લાખથી વધુનાં બિલ ફટકાર્યા હોવાનું જાણવા મળેલ છે. આ અંગેની વધુ વિગત એવી છે કે, પી. જી. વી. સી. એલ. ની વિવિધ ટીમો દ્વારા સૌરાષ્ટ્રભરમાં ગઈકાલે કોર્પોરેટ-ઈન્ડસ્ટ્રીઝ ચેકીંગ ડ્રાઈવ યોજીને વિજચોરી ઝડપી લેવાનું સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર વર્તુળ કચેરી હેઠળ મુળી, ચોટીલા, થાન, વઢવાણ પેટા વિભાગીય કચેરી દ્વારા પણ કોર્પોરેટ ચેકીંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી.પી. જી. વી. સી. એલ. ની વિવિધ ટીમોએ રહેણાંકનાં 352 વિજ જોડાણ, વાણિજ્યનાં 46 વિજ જોડાણ, ઈન્ડસ્ટ્રીઝના 10 વિજ જોડાણ અને ખેતીવાડીનાં 60 વિજ જોડાણ મળીને કુલ 468 જેટલા વિજ જોડાણો ચેક કર્યા હતા. જેમાં રહેણાંકનાં 40 વિજ જોડાણમાં, વાણિજ્યનાં 2 વિજ જોડાણમાં અને ખેતીવાડીનાં 6 વિજ જોડાણ મળીને 50 જેટલા વિજ જોડાણોમાં ગેરરીતી જોવા મળી હતી. ચેકીંગ ટીમોએ આ વિજચોરી સબબ આશરે રૂા. 60 લાખનાં વિજચોરીનાં બિલો ફટકાર્યા હતા. વિજ ટીમોનાં ચેકીંગ અભિયાનથી વિજચોરોમાં ફફડાટની લાગણી ફેલાયેલ છે. આગામી દિવસોમાં પણ ચેકીંગ અભિયાન હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળેલ છે. સાયલા ખાતે ઘર વપરાશ તેમજ ખેતીવાડીના 60 જેટલા કનેક્શનનો ચેક કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]