જૂની અદાવતનો ખાર રાખી યુવકને ફોનમાં હડધૂત કરી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી - At This Time

જૂની અદાવતનો ખાર રાખી યુવકને ફોનમાં હડધૂત કરી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી


સાધુવાસવાણી રોડ પર રહેતાં જૂની અદાવતનો ખાર રાખી યુવકને ફોનમાં હડધૂત કરી ટાંટિયા ભાંગી નાંખવાની ધમકી આપતાં યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગે સાધુવાસવાણી રોડ પર જનકપુરી કોમ્પ્લેક્ષમાં રહેતાં મનીષભાઈ ગોવિંદભાઈ સોલંકી (ઉ.વ.33) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અલ્પેશ રામાનુજ (રહે. અમદાવાદ) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ તેના માતાપિતા અને પુત્ર સાથે રહે છે અને તેમના વર્ષ 2016 માં વર્ષા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કરેલ હતાં. બાદમાં વર્ષ 2023 મા છુટાછેડા થયેલ હતાં. ત્યારથી તેમનો પુત્ર તેમની સાથે રહે છે.
તે છુટક ડ્રાઈવીંગ કરે છે અને વર્ષ 2019 માં અમદાવાદ પરીવાર સાથે કામધંધા માટે રહેવા ગયેલ હતાં ત્યારે તેમની પત્નીની બહેનપણી એ તેમનો સંપર્ક અલ્પેશ રામાનુજ સાથે કરાવેલ હતો.
ગઈ તા. 07/05/2024 ના રાત્રીના અગીયારેક વાગ્યાની આસપાસ ઘરે સુતો હતો ત્યારે અલ્પેશ રામાનુજનો ફોન આવેલ અને કહેલ કે, તે અમારી વિરૂદ્ધમાં અગાઉ ખોટી ફરીયાદ કરેલ છે. જેથી હું તને છોડીશ નહી કહીં ગાળો આપવા લાગેલ અને ઉશ્કેરાઈ ગયેલ અને કહેલ કે, તે મને જે પગ મારેલ છે તે પગ હું ભાંગી નહી નાખુ ત્યાં સુધી અગાઉ દાખલ થયેલ ગુન્હામાં હું હાજર નહી થાવ અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ગાળો આપેલ હતી.
વધુમાં ફરિયાદીએ બનાવ અંગે જણાવ્યું હતું કે, ગઈ તા. 20/04/2024 ના અલ્પેશ વિરુદ્ધ ફરીયાદ દાખલ કરાવેલ હોય જે બાબતનો ખાર રાખી ગાળો આપી પગ ભાંગી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.