સાચું હોય તો શરમ જનક ધામેલ તળાવ તોડ્યા ની લેખિત ફરિયાદ મંત્રી સુધી ન પહોંચે તેવી સ્થાનિક નેતા ઓની ગોઠવણ જાહેર જળાશય તોડી પડનાર સામે ડેમેજ ટૂ પબ્લિક પ્રોપટી હેઠળ કાર્યવાહી કરવા નાની ચિસાઈ કોની લાજ કાઢે છે ? - At This Time

સાચું હોય તો શરમ જનક ધામેલ તળાવ તોડ્યા ની લેખિત ફરિયાદ મંત્રી સુધી ન પહોંચે તેવી સ્થાનિક નેતા ઓની ગોઠવણ જાહેર જળાશય તોડી પડનાર સામે ડેમેજ ટૂ પબ્લિક પ્રોપટી હેઠળ કાર્યવાહી કરવા નાની ચિસાઈ કોની લાજ કાઢે છે ?


સાચું હોય તો શરમ જનક

ધામેલ તળાવ તોડ્યા ની લેખિત ફરિયાદ મંત્રી સુધી ન પહોંચે તેવી સ્થાનિક નેતા ઓની ગોઠવણ

જાહેર જળાશય તોડી પડનાર સામે ડેમેજ ટૂ પબ્લિક પ્રોપટી હેઠળ કાર્યવાહી કરવા નાની ચિસાઈ કોની લાજ કાઢે છે ?

દરેક ધર્મ શાસ્ત્ર પુરાણો માં જળ સંસાધન ના સાધનો બાંધવા નિભાવવા મંદિર બાંધવા સમાંતર દર્શાવ્યા છે

કરોડો નું કેપિટલ એટેસ બજેટ ખર્ચ કરી સરકાર અને સામાજિક ધાર્મિક સંસ્થા ઓ જળ બચાવો અભિયાન માટે મેદાને પડે છે ત્યારે ધામેલ તળાવ કેમ તોડી પડવામાં આવે છે

જલ હૈ તો કલ હૈ સેવ વોટર સુજલામ સુફલામ સહિત ની યોજના પ્રચાર અભિયાનો પછી આવું અનિષ્ઠ કેમ ?

શ્રીમંત સરકારે ભવિષ્ય ની દુરંદેશી વગર જળાશય બનાવ્યું હતું ?

ધામેલ તળાવ માં દુબ માં ગયેલ જમીન નું તત્કાલીન સરકારે ખેડૂતો ને વળતર નથી ચૂકવાયું ?

લાઠી તાલુકા ના ધામેલ ગામ નું તળાવ તોડવા ની લેખિત ફરિયાદ પાણી પુરવઠા મંત્રી ના સત્તાવાર ટપાલ દફતરે ઇનવોર્ડ કરાયેલ રજુઆત મંત્રી સુધી ન પહોંચે તેવી ગોઠવણ એક મોટા નેતા એ મંત્રી ના ટપાલ દફતરે ઇનવોર્ડ કરાયેલ ફરિયાદ પરત મેળવી હોવા ની વાત સાચી હોય તો શરમ જનક કહેવાય ધામેલ ગામે શ્રીમંત સરકાર ગાયકવાડ વખત નું તળાવ સ્થાનિક કક્ષા એથી વારંવાર તોડી કુદરત ના આશીર્વાદ સમાં પ્રસાદ વરસાદી પાણી ને વહાવી દેવા ઓવરફ્લો બંધારો એક મીટર જેટલો નિચો ઉતારી દેવા ની હજીરાધાર ના ગ્રામજનો ની ફરિયાદ બાદ પણ અમરેલી જિલ્લા નાની ચિસાઈ વિભાગ કોની ખુશામત કરતું હશે ? હજીરાધાર ગ્રામજનો એ આ અંગે રાજ્ય ના પાણી પુરવઠા મંત્રી ના કાર્યાલય જઈ ને ઇનવોર્ડ કરાવેલ ફરિયાદ ગાયબ કરવા એક મોટા સ્થાનિક નેતા એ સત્તાવાર ઇનવોર્ડ થયેલ ફરિયાદ પરત મેળવવા ગાંધીનગર કેમ જવું પડ્યું હશે ? રાજ્ય ના પાણી પુરવઠા મંત્રી સુધી હજીરાધાર ગ્રામજનો ની ફરિયાદ ન પહોંચે તેમાં કોને રસ છે ? ધામેલ નું વિશાળ તળાવ દર વર્ષે ખેતી ની જમીન માં પાણી ભરાયું હોવા થી સ્થાનિક ખેડૂતો દ્વારા શુ કામ તોડી પડાય છે ? આ તળાવ માં સંપાદન થયેલ જમીન નું વળતર ખેડૂતો ને નથી મળ્યું ? શુ શ્રીમંત સરકાર ગાયકવાડે ભવિષ્ય ની દુરંદેશી વગર તળાવ બનાવ્યું હતું ? અમરેલી જિલ્લા ના નાની સિંચાઈ વિભાગ નું તંત્ર આ અંગે કેમ છુપ છે ? તળાવ તોડ્યા ની લેખિત ફરિયાદ સર્વ વિદિત હોવા છતાં જવાબદારો સામે કાર્યવાહી નથી કરાતી ? જાહેર જળાશય તોડી પાણી વહાવી દેવું એ ફોજદારી ગુનો નથી ? સરકારી સંપત્તિ ને નુકશાન બદલ ડેમેજ ટુ પબ્લિક પ્રોપટી ની જોગવાઈ હેઠળ કાર્યવાહી કરવા નાની ચિસાઈ કોની લાજ કાઢે છે?
દરેક ધર્મશાસ્ત્ર પુરાણો માં જળ સંસાધન ના સાધનો બાંધવા નિભાવવા મંદિર બાંધવા સમાંતર દર્શાવ્યા છે જળ વ્યવસ્થા માટે સરકાર સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા દ્વારા અનેક અનેક અભિયાનો ચલાવાય છે સેવ વોટર જલ હૈ તો કલ હૈ ના નારા સહિત સુજલામ સુફલામ યોજના સૌની લીક માંથી છેવાડા વ્યક્તિ ઓ સુધી પાણી પહોંચાડવા સરકાર અને સંસ્થા ઓ મેદાને પડી રહી છે કરોડો ની કેપિટલ એટેસ બજેટ ખર્ચ કરી જળ બચાવો અભિયાન ચાલતા હોય ત્યારે લાઠી તાલુકા ના ધામેલ ગામ નું તળાવ વારંવાર તોડી પાડનાર સામે તંત્ર કેમ ઘુંટણીયે પડી જાય છે ? તાજેતર માં સંકલ્પ ભારત વિકાસ યાત્રા હજીરાધાર ગામે પહોંચતા ગ્રામજનો એ આક્રમક રજૂઆતો કરી પણ વિકાસ યાત્રા માં હજીરાધાર ગ્રામજનો નો અવાજ દબાવી દેવા માં આવ્યો આ તળાવ ની જમીન નું તત્કાલીન સરકારે વળતર નથી ચૂકવ્યું ? શુ તળાવ આસપાસ ની ખેતી ની જમીનો નું દબાણ છે ? તંત્ર કેમ મોન છે?

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.