સિહોર હંસદેવ સંકુલ ખાતે માં રમાબાઈ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે મહિલા મેડીકલ કેમ્પ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6uqvxodkxxydhdnx/" left="-10"]

સિહોર હંસદેવ સંકુલ ખાતે માં રમાબાઈ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે મહિલા મેડીકલ કેમ્પ યોજાયો


ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ
ભાજપ સંગઠન મહામંત્રી રતાકર માર્ગદર્શનમાં ડો.બાબાસાહેબ આંબેડકરના
ધર્મપતી ત્યાગમૂર્તી માં રમાબાઈ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે જિલ્લા
અનુસૂચિત જાતિ મોરચો અને ડોકટર સેલના સંયુક્ત ઉપક્રમે સિહોર હંસદેવ
સંકુલ ખાતે મહિલા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ
કેમ્પમાં વિવિધ વિભાગના નિષ્ણાંત દ્વારા મેડીકલ કેમ્પમાં સેવા આપી હતી.
જેમાં જનરલ તપાસ, સુગરની તપાસ, ટેસ્ટ(ફેફસા), ઓપ્થલમીક તપાસ
(આંખ), ગાયનેક વિગેરે રોગોના લક્ષણો, તપાસ, નિદાન અને દવા વિતરણ
કરવામાં આવ્યું હતું. આ મેડીકલ કેમ્પમાં સગર્ભા બહેનને પોષણયુક્ત
ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું“મહિલાઓને લગતા રોગ અને તેના નિદાન માટે
નિશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે
આજરોજ ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચો
તથા જિલ્લા ડોક્ટર સેલ દ્વારા મા રમાબાઈ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે
સિહોર હંસદેવ સંકુલ ખાતે મહિલા મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં
આવ્યું હતું.મહાનુભાવોના હસ્તે માં રમાબાઈના તૈલી ચિત્ર પર ફુલહાર કરી
દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો
ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું તો માં
રમાભાઇ આંબેડકર ની જન્મ જયંતીને લઇ સગર્ભા માતાઓને પૌષ્ટિક આહાર
ની કીટનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]