ઉના તાલુકાના ઉમેજ પશ્ચિમ સિમ શાળાના શિક્ષક વિમલભાઈ વાછાણી દ્વારા ₹1000 વૃક્ષોનું વાવેતર કરીને સ્કૂલને નંદન બનાવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wc5ucxd28imm69tt/" left="-10"]

ઉના તાલુકાના ઉમેજ પશ્ચિમ સિમ શાળાના શિક્ષક વિમલભાઈ વાછાણી દ્વારા ₹1000 વૃક્ષોનું વાવેતર કરીને સ્કૂલને નંદન બનાવી


ઉના તાલુકાના ઉમેજ પશ્ચિમ સીમ શાળાના શિક્ષક દ્વારા 1000 વૃક્ષોનું વાવેતર કરીને શાળાને નંદ વન બનાવી.

ઉના તાલુકાના નાનકડા એવા ઉમેજ ગામે પશ્ચિમ સીમ શાળાના શિક્ષક વિમલભાઈ વાછાણી દ્વારા પર્યાવરણ પ્રેમીઓને અનોખો સંદેશ આપ્યો.

વિમલભાઈ વાછાણીએ પોતાની શાળામાં 2011માં 1000 જેટલા વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણનું જતન કરવાનો સંદેશો આપ્યો..

જેમાં અલગ અલગ વૃક્ષો નું વાવેતર કરેલ તેમાં પીપળો, વડલો ,લીમડો ,આમળા, પીપર,નાળિયેરી ,બોરડી વગેરે વૃક્ષનું ઉછેર કરીને ઉમેજ સીમ શાળાને નંદ વન બનાવી.

સાથે સાથે પાણી બચાવવાનો પણ સંદેશો આપવા માટે 1000 વૃક્ષનું જતન કરવા માટે પોતાના સ્વખર્ચે ટ્રીપ સિસ્ટમ ની ગોઠવણી કરી પાણી બચાવવાનો સંદેશો આપ્યો.

જો આવા શિક્ષક માંથી લોકો સંદેશ લઈ તો સંપૂર્ણ ગુજરાત તેમજ ભારત પણ નંદ વન બની શકે.

આ શિક્ષકની અનોખી પહેલેથી અનેક જગ્યાએ તેમને સન્માનિત કરવામાં આવ્યા..

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]