શહેરાથી છોગાળા જતી નાઈટબસ ચાલુ કરવાની માંગ - At This Time

શહેરાથી છોગાળા જતી નાઈટબસ ચાલુ કરવાની માંગ


પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં રહેતા ગ્રામીણ વિસ્તારોમાં અવરજવર માટે લોકોએ એસટી બસ તેમજ ખાનગી બસોનો સહારો લેવો પડે છે શહેરા તાલુકા છોગાળા ગામે નાઈટ એસટી બસ શરુ કરવામાં આવે તેવી માંગ કરવામા આવી રહી છે.
લોકડાઉન શરુ થયુ ત્યારે આ છોગાળા નાઈટ બસનો રુટ બંધ કરવામા આવ્યો હતો.આ નાઈટબસ હોસેલાવ,શેખપુર,જોઘપુર થઈ
છોગાળા પહોચતી હતી.જેમાં રોજીદા અપડાઉન કરનારા વિદ્યાર્થીઓ,નોકરીયાત,તેમજ મજુરી કરનારા કામદાર વર્ગ માટે આર્શિવાદ સમાન બની જતી હતી
હાલમાં આ બસ બંધ હોવાના કારણે મુસાફરોને ખાનગી વાહનોનોનો આસરો લેવો પડે છે.આથી આ છોગાળા નાઈટ બસ શરુ કરવામા આવે તેવી માંગ કરવામા આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.