106-ગઢડા અને 107-બોટાદ મતદાર વિભાગમાં કુલ 14 મતદાન મથકો સખી મતદાન મથક તરીકે કાર્યરત કરાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wbzvpmpy4v5c4dag/" left="-10"]

106-ગઢડા અને 107-બોટાદ મતદાર વિભાગમાં કુલ 14 મતદાન મથકો સખી મતદાન મથક તરીકે કાર્યરત કરાયા


બોટાદની 61-ઉમિયાનગર ખાતે કડવા પાટીદાર સ્કૂલમાં વિશિષ્ટ સખી મતદાન મથક તૈયાર કરાયું છે. મહિલા મતદારોમાં ઉત્સાહ વધે અને મહત્તમ મતદાન માટે પ્રોત્સાહિત થાય તે માટે 106-ગઢડા અને 107-બોટાદ મતદાર વિભાગમાં આવા કુલ 14 મતદાન મથકો સખી મતદાન મથક તરીકે કાર્યરત કરાયા છે.
106-ગઢડા વિધાનસભા મતદાર વિભાગમાં 64-વલ્લભીપુર-1, 70 વલ્લભીપુર-7, 99 હરીપર-2,118-બોડકી, 124- વિરડી, 240-ઉમરાળા-4 પોલીસ સ્ટેશન પાસે અને 242-ઉમરાળા-6, ઉતરા ચોક સહિતના મતદાન મથકો સખી મતદાન મથક તરીકે કાર્યરત કરાયા છે. જ્યારે 107-બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં 174-બોટાદ-34 હિફલી, 178-બોટાદ-38 મંગળપરા, 198-બોટાદ-58 ખારામા, 201-બોટાદ-61 ઉમિયાનગર, 225-બોટાદ-85 અવેડાગેટ, 243-બોટાદ-103 ભગવાનપરા, 245-બોટાદ-105 ગઢડા રોડ મતદાન મથક સખી મતદાન મથક તરીકે કાર્યરત કરાયા છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]