ભાજપના ઉમેદવારને ચૂંટણી પ્રચારમાં મળતો જન પ્રતિસાદ - At This Time

ભાજપના ઉમેદવારને ચૂંટણી પ્રચારમાં મળતો જન પ્રતિસાદ


સાબરકાંઠા બેઠકના ઉમેદવાર ભાજપના શૌભનાબેન બારૈયાએ વિજયી મુહુર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. ગતરોજ તલોદના ખેરોલ, મહેકાલ, જોરાજીના મુવાડા વગેરે ગામોમાં આયોજીત સભામાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડયા હતા.ભાજપના ઉમેદવારનું ઉમળકાભેર સ્વાગત કરતાં ઠેર ઠેર વ્યાપક જન પ્રતિસાદ સાંપડયો હતો.સૌનો સાથ સૌના વિકાસને વેગ આપવા ત્રીજી ટર્મમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબુત કરવા ભારતીય જનતા પાર્ટીને મત આપી અપાવા સૌ કાર્યકરો, ગ્રામજનોને શૌભનાબેન બારૈયાએ અપીલ કરી હતી. આ પ્રસંગે પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, મહેન્દ્રસિંહ બારૈયા, ભાજપ પ્રમુખ કલ્પેશ પટેલ, સંજ્ય પટેલ, દશરથસિંહ ઝાલા સહિત મહિલા સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો, સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.