નેહરુ યુવા કેન્દ્ર ગોધરા દ્વારા સ્વામી વિવેકાનંદજી જન્મ જ્યંતી .ટ્રાફિક સપ્તાહ સેમિનાર યોજ્યો - At This Time

નેહરુ યુવા કેન્દ્ર ગોધરા દ્વારા સ્વામી વિવેકાનંદજી જન્મ જ્યંતી .ટ્રાફિક સપ્તાહ સેમિનાર યોજ્યો


ગોધરા

ભારત સરકારનાં યુવા કાર્ય અને ખેલકૂદ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર ગોધરા દ્વારા વિવિધ તાલુકામાં સ્વામી વિવેકાનંદ જન્મ જ્યંતી ઉજવણી કરવામાં આવી તેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ નિબંધ.ચિત્ર.રંગોલી રમતોસ્પર્ધા વગેરે આયોજન યુવા સપ્તાહમાં કરવા આવ્યું છે તેની સાથે સાથે 11 જાન્યુવારી 17 જાન્યુવારી સુધી ટ્રાફિક સપ્તાહ આયોજન કર્યું છે ગોધરા ITI ખાતે સેમિનાર આયોજન કર્યું હતું તેમાં જિલ્લા ટ્રાફિક પોલીસ ટીમ ઉપસ્થિત રહી ને યુવાનો માહિતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું કાંકણપુર પોલીસ સ્ટેશન.પી.આઈ ચૌધરી સાહેબ તેમજ અશોકભાઈ.સુનિતાબેન તેમની ટીમ 61 ચોકડી પાસે યુવાનો સાથે પ્રેક્ટિકલ રીતે નિયમો પાલન કરવા માટે સમજ અને માર્ગદર્શન આપ્યું હતું વલૈયા હાઈસ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો .મોરવા. રેણાં હાઈસ્કૂલ ખાતે.નિબંધ સ્પર્ધા તેમજ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું લાઈવ પ્રસારણ જોવાનું આયોજન કર્યું હતું સેવાલીયા(મહીસાગર) પ્રાથમિક શાળામાં રંગોલી સ્પર્ધા કરવામાં આવી હતી તમામ જગ્યાએ સ્વામી વિવેકાનંદજી ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવા બદલ જિલ્લા યુવા અધિકારીશ્રી વિઠ્ઠલભાઈ ચોરમલે સૌને હાર્દીક અભિનંદન સાથે ધન્યવાદ પાઠવ્યા હતા

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.