એનએસએસના ચિલ્ડ્રન હોમ ખાતે ઉતરાયણ ની ઉજવણી વિદ્યાર્થીઓને પતંગ દોરાનું વિતરણ - At This Time

એનએસએસના ચિલ્ડ્રન હોમ ખાતે ઉતરાયણ ની ઉજવણી વિદ્યાર્થીઓને પતંગ દોરાનું વિતરણ


પંચમહાલ
ગોધરાની જાણીતી શેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા તારીખ 13/01/2024 ના રોજ કરવામાં એનએસએસ વિભાગ દ્વારા ઉતરાયણની ઉજવણી કરવામાં આવી હતી. ઝીરો થી છ વર્ષના તેમજ છ થી વધારે વર્ષના બાળકોને સ્વીટ્સ, બિસ્કીટ, પતંગ,દોરા તેમજ ચીરખી ઓ આપીને ઉજવણી કરી હતી. એનએસએસના વિદ્યાર્થીઓએ બાળકો સાથે ગમ્મત કરી હતી આ ઉપરાંત એનએસએસ ના પ્રોગ્રામ ઓફિસર ડો રૂપેશ નાકર અને પ્રિન્સિપાલ એમ બી પટેલ સર એ આ બાબતે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ નિલેશભાઈ પટેલે ચિલ્ડ્રન હોમ ની જાણકારી આપી હતી. ગ્રુપ લીડર્સ રૂચિતા કોન્ટ્રાક્ટર, ભોઈ કશિશ, ભાટિયા શિવાની, પરમાર રોશન, પરમાર પ્રતીક, પઢીયાર દિપક એ મહત્વની ભૂમિકા પછી હતી. વિદ્યાર્થીઓના આવા કાર્યથી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પડ્યું હતું. વિદ્યાર્થીઓ ખાસ આવા વિષયો પ્રત્યે પણ સંવેદના અનુભવે તેના માટેના આ કાર્યને સૌએ વખાણિયું હતું .

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.