ખુરશી ખતરા માં આવતા પાર્ટી વિરુદ્ધ બોલ્યા તે પ્રજા માટે નથી બોલ્યા - At This Time

ખુરશી ખતરા માં આવતા પાર્ટી વિરુદ્ધ બોલ્યા તે પ્રજા માટે નથી બોલ્યા


ખુરશી ખતરા માં આવતા પાર્ટી વિરુદ્ધ બોલ્યા તે પ્રજા માટે નથી બોલ્યા

સાપ ગયો ને લીસોટા રહ્યા ૧૮ મી લોકસભા ની સામાન્ય ચૂંટણી માં ઘણું ઘણું ખોટું થયું ક્યાંય નબળા ઉમેદવાર તો ક્યાંય ટીકીટ નહિ મળવા થી અસંતોષ તો ક્યાંય પક્ષ વિરુદ્ધ ની પ્રવૃત્તિ ની ફરિયાદ નેતા ઓની શાબ્દિક હિંસા પૂતળા દહન ઉમેદવાર બદલો ની માંગ તો ક્યાંય પાર્ટી એ પોરબંદર રાજકોટ જેવી બેઠકો ઉપર અખતરા માર્યા રહી રહી શિસ્તબદ્ધ પાર્ટી ના નેતા ઓ બોલી રહ્યા છે કે અભણ ચાર ધોરણ પાસ ને ઉમેદવાર બનાવ્યા વફાદાર કાર્યકર ની અવગણના આયાતી ને ટીકીટ મંત્રી સહિત મહત્વ ના પદ આપી પાર્ટી ઓ ખોટું કર્યું છે આવું જાહેર માં છડેચોક બોલી રહ્યા છે તે નેતા ઓ ચૂંટણી પહેલા કેમ ન બોલ્યા શુ ટીકીટ ની લાલચ હતી ? જુના વફાદાર ની અવગણના થઈ રહી છે તે અત્યારે કેમ ખબર પડી રહીરહી ને ? પાર્ટી ના મેન્ડેટ ના નામે કમલમ ના પગથિયાં ગણવા ના ? સહકારી ક્ષેત્રે પણ ગંદું રાજકારણ ? કદાવર નેતા ઓનું કદ નાનું કરવા નીકળેલ પાર્ટી ના સિનિયર ની હવા કાઢી પાર્ટી ના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરી જીત મેળવનાર રાદડિયા વિરુદ્ધ શુ પગલાં લેવાશે ? સહકારી અગ્રણી દિલીપભાઈ વિરુદ્ધ શુ પગલાં લેવાશે ? આ બધા એ પાર્ટી ઉભી કરવા આયખું અર્પણ કર્યું છે આડું પાડું ને શિસ્ત ના નામે સસ્પેન્ડ કરી દેનાર પાટીલ શુ કરશે ? જવાહર ચાવડા અત્યારે પાર્ટી વિરુદ્ધ હોવા નો લાડાણી નો ગણગણાટ કેટલો વ્યાજબી ? પાટીલ ના પાંચ લાખ ની લીડ ના ગબ્બરા ની હવા કાઢી નાખતા પાર્ટી ના નેતા ઓ ચૂંટણી પછી પાર્ટી ની પદ્ધતિ વિરુદ્ધ બોલી રહ્યા છે તે ચૂંટણી પહેલા ક્યાં ગયા હતા ? નારણભાઈ કાચડિયા જોરશોર થી પાર્ટી ની પદ્ધતિ થી નારાજ થઇ બળાપો કાઢે છે તે ચૂંટણી પહેલા કેમ ન બોલ્યા ? પ્રજા માટે નહીં પણ પોતા ના માટે બોલ્યા તે પ્રજા માટે બોલ્યા હોત તો પરિણામ કંઈક અલગ જ આવત ને ? અમરેલી જિલ્લા ને સારા ઉમેદવાર મળત પાર્ટી ના કાર્યકરો નું મહત્વ વધી જાત કાર્યકરો પાર્ટી માટે દિલ થી કામ કર્યું હોત આતો ઘોડા છૂટ્યા બાદ તબેલે તાળા મારવા જેવી વાત છે
પંચાયત થી પાર્લામેન્ટ સુધી કોઈ પણ રજુઆત ફરિયાદ કોઈ સંભાળે છે ખરું ? નાગરિક અધિકાર પત્ર થી ભલે નિયત કરેલ હોય પણ સમય મર્યાદા માં કોઈ પણ કામ થાય છે ખરું ? પંચાયત થી લઈ પાર્લામેન્ટ સુધી સર્વત્ર લાગવગ શાહી ભ્રષ્ટાચાર લાંચ રૂશ્વત લેવા ની વૃત્તિ આતો ટ્રેલર છે ફિલ્મ હજી બાકી છે ભાજપ ની શિસ્ત ના ધજાગતા એટલા વ્યાપક રીતે થશે કે ઠારવા પણ મુશ્કેલ બની જશે આયાતી ઉમેદવાર ભ્રષ્ટાચારી ઓને મહત્વ માં પદ મંત્રી ટિકિટો બધું ભારે થવા નું છે કૌભાંડ ના અનેક આવિષ્કાર થશે સહકારી ક્ષેત્ર ધાર્મિક ક્ષેત્રે શેક્ષણિક સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ અનિષ્ટો ની નિમણૂક મેન્ડેન્ટ ના નામે મિદડા ગોઠવી દેવા ની પાર્ટી ની પ્રવૃત્તિ કરતા પાડી દેવા ની પ્રવૃત્તિ વધી રહી છે કદાવર નેતા ઓ સાઈડ લાઈન કરવા કે નવું નેતૃત્વ ઉભું કરવા ના નામે ઉંચી આંગલી કરવા વાળા અંધ ભક્તો ની ફોજ અંતે તો ભારે પડવા ની ગુજરાતી માં કહેવત છે ખાડો ખોદે તે જ પડે છાણે ચડાવી ને લાવે તેને જ કરડે ને ? જોરશોર થી ભરતી મેળા ઓ અંતે ભારે પડશે જ

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.