ગઢડા તાલુકાનાં રસનાળ ગામે લોકસભા ચૂંટણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયાં - At This Time

ગઢડા તાલુકાનાં રસનાળ ગામે લોકસભા ચૂંટણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયાં


ગઢડા તાલુકાનાં રસનાળ ગામે લોકસભા ચૂંટણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયાં

લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે 100 ટકા મતદાન થાય તે માટે હાલ દરેક સ્થળ પર કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. મતદાન જાગૃતિલક્ષી પોસ્ટર્સ,બેનર્સ લગાવવા,તબક્કાવાર બુથ પર ચુનાવી પાઠશાલાનું આયોજન કરવું વગેરે જેવાં કાર્યક્રમોથી મતદારોને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યાં છે.જે અંતર્ગત ગઢડા તાલુકાનાં રસનાળ ગામે અનેકવિધ કાર્યક્રમો યોજાયા. જેમાં રસનાળ પ્રાથમિક શાળાની વિદ્યર્થીનીઓ દ્વારા મતદાન જાગૃતિને લઈને મતદાન તમારો અધિકાર જેવાં પોસ્ટર સાથે રેલી કાઢવામાં આવી હતી. તેમજ રસનાળ પ્રાથમિક શાળા મતદાતા સિગ્નેચર કેમ્પેઈન કાર્યક્રમ,શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ચિત્ર અને વક્તવ્ય સ્પર્ધા અને ચુનાવ પાઠશાલાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ થકી અન્ય લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.