ગુમ થયેલા યુવક યુવતીની શોધખોળ કરવામા આવતા તેમની લાશ લીબોદ્રા પાસે નીલગીરીના જગલમાથી મળી આવી - At This Time

ગુમ થયેલા યુવક યુવતીની શોધખોળ કરવામા આવતા તેમની લાશ લીબોદ્રા પાસે નીલગીરીના જગલમાથી મળી આવી


પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના જુના લીબોદ્રા ગામ ખાતે પરમાર ફળિયામા રહેતા યુવક યુવતી ગુમ થઈ ગયા હોવાની પોલીસને જાણ કરવામા આવી હતી.જેને લઈને પોલીસ દ્વારા ગુમ થયેલા યુવક યુવતીની શોધખોળ કરવામા આવતા તેમની લાશ લીબોદ્રા પાસે નીલગીરીના જગલમાથી મળી આવી હતી.યુવતીના ગળા પર ચાકુના ઘા હતા.જ્યારે યુવક ફાસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોચી કાયદેસરની કાર્યવાહી કરી છે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના જુના લીબોદ્રા ગામે પરમાર ફળિયામાં રહેતા યુવક યુવતી ગુમ થઈ જતા પરિવારજનો દ્વારા શહેરા પોલીસને જાણ કરવામા આવી હતી.સાથે સાથે આ યુવાને યુવતીની હત્યા કરી નાખી હોવાનુ સ્ટેટસ વોટ્સઅપ મુકતા પરિવારજનો પણ ચિંતીત બન્યા હતા. જેને લઈ વોટસએપ સ્ટેટસ વાયરલ થતા પોલીસ પણ દોડતી થઈ હતી. આ યુવક યુવતીને શોધવા માટે પોલીસ અને પરિવારજનો દ્વારા આસપાસના વિસ્તારોમા તપાસ કરવામા આવી હતી. આખરે 16 કલાકની મહેનત બાદ પોલીસ દ્વારા બંનેની લાશને શોધવામા સફળતા મળી હતી. તેમની સાથે રહેલા મોબાઈલના લોકેશનના આધારે તેમના ફળિયાથી 3 કિલોમીટર જેટલા દૂર આવેલા ચાંદલગઢના જંગલમા તેમનું લોકેશન આવતા પોલીસ દ્વારા તેમની તપાસ જંગલમા કરવામાં આવી હતી ત્યારે જંગલ તપાસ કરતા પોલિસને દૂરથી ગરમાળા ના ઝાડ પર છોકરાનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો જેમા પોલીસ દ્વારા સ્થળ પર જતાં છોકરીના ગળાના ભાગ પર ચાકુ વળે ઘા કરી ગળું કાપેલી હાલત મા લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો આ સમગ્ર ઘટના ને લઈ લીંબોદ્રા ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી સમગ્ર ઘટના ને લઈ શહેરા પોલીસે એફ.એસ.એલ.ટિમ ને પણ ઘટના સ્થળે બોલાવી તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ શહેરા પોલીસ દ્વારા બન્ને મૃતદેહને શહેરા પી.એમ અર્થે ખસેડી એ.ડી. તથા 302 દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.