જૂનાગઢ લોક સભા ની ચૂંટણી ને લઈ માળીયા હાટીના તાલુકા કોંગ્રેસ ના નહેજા હેઠળ યોજાણી બેઠક - At This Time

જૂનાગઢ લોક સભા ની ચૂંટણી ને લઈ માળીયા હાટીના તાલુકા કોંગ્રેસ ના નહેજા હેઠળ યોજાણી બેઠક


માળીયા હાટીના તાલુકા કોંગ્રેસ નું સ્નેહ મિલન અને ખેડૂતોના લગતા વિવિધ પ્રશ્નો લઈ યોજાણી બેઠક

આ બેઠક માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપ પ્રમુખ હીરાભાઈ જોટવા એ ભાજપ સરકાર પર કર્યા આક્રમક અંદાજમાં હાલની ગુજરાતની અને દેશની ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે હાલ હિટલર સાહિની સરકારના નિર્ણયોથી પ્રજા મોઘવારી, અરાજકતા અને ખેડૂતોના મોઘામુલ ના પાક આ સરકારના ખોટા નિર્ણયના કારણે પાણીના ભાવે જાય છે અને આજે પેટ્રોલ તથા ડીઝલ જે પચાસ રૂપિયામાં મળવા જોઈએ એને બદલે સૌ રૂપિયામાં લોકોને ખરીદવા પડે છે

450 રૂ બાટલો ગુજરાત માં ક્યારે મળશે ?
રાંધણ ગેશ રાજસ્થાન ની પ્રજાને 450 માં અને ગુજરાતમાં 900 થી વધુ ભાવ આપવા પદે છે ત્યારે હવે પ્રજા 2024માં ભાજપની કેન્દ્ર સરકારને જાકારો આપશે પાક્કું છે સહિત પ્રહારો કર્યા હતા

બીજી તરફ કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ વાજા અને તાલુકા કોંગ્રેસે પ્રમુખ માલદે ભાઈ પીઠીયા એ પણ ભાજપ પર આડકત્રા કર્યા પ્રહાર કર્યા હતા

જ્યારે જિલ્લા પ્રમુખ ભરત હીરપરા એ બુથ સમિતિ, મતદાન બુથ સમિતિ બનાવા માટે કાર્યોકરો ને કામે લાગી જાવા નું આહવાન કર્યું

હાલ સંતો મહંતો વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે બીજી તરફ ભાજપ ગિફ્ટ સીટી માં દારૂ બંદી હટાવવા નું કામ કર્યા ના આક્ષેપો થયા છે

ભાજપના શાસન માં કેટલા વિકાસ ના કામો ના ખાત મુહર્ત કરેલા કામો અધૂરા ક્યાંક કામો ભ્રષ્ટાચાર થયા ના કોંગ્રેસના આગેવાનો દ્વારા આક્ષેપો થયા છે

આ તકે હીરાભાઈ જોટવાએ માળીયા હાટીના તાલુકા ની પ્રજાને જ્યારે જરૂર પડે ત્યારે તેમની સાથે રહીશ આ બેઠક માં સરપંચો, તાલુકા પંચાયતના સદસ્યો, ચૂંટણી લળેલા આગેવાનો અને કોંગ્રેસના કાર્યોકરો ઉપસ્થીત રહ્યા હતા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.