અમદાવાદ શહેર-જિલ્લા પત્રકાર એકતા દ્વારા અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારના ડો. શ્યામ પ્રસાદ મુખર્જી હોલમાં મહાસંમેલન-2024નું આયોજન કરવામાં આવ્યું . - At This Time

અમદાવાદ શહેર-જિલ્લા પત્રકાર એકતા દ્વારા અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારના ડો. શ્યામ પ્રસાદ મુખર્જી હોલમાં મહાસંમેલન-2024નું આયોજન કરવામાં આવ્યું .


21/04/2024 ના રોજ અમદાવાદ શહેર-જિલ્લા પત્રકાર એકતા દ્વારા અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારના ડો. શ્યામ પ્રસાદ મુખર્જી હોલમાં મહાસંમેલન-2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક જિલ્લાના પ્રમુખો, ઉપપ્રમુખો અને પત્રકારોએ ઉત્સાહભેર ભાગ લઈ આ સંમેલનને સફળ બનાવ્યું હતું.
પત્રકાર એકતા પરિષદની બેઠકમાં અતિથિ વિશેષ તરીકે ઉપપ્રમુખ ગોરધનભાઈ સરવૈયા અને પ્રદેશ મહિલા પ્રમુખ સમીમબહેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મહંતશ્રી દિલીપદાસજી બાપુ (જગનાયા મંદિર), કૌશિકભાઈ જૈન (દરિયાપુર ધારાસભ્ય), શ્રી દેવાંગભાઈ દાણી (મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન) હાર્દિક યોગેશકુમાર (મહાનગરપાલિકા) ઉપસ્થિત રહ્યા હતા. વ્યાસ (સિલ્વર ઓક કોલેજના પ્રતિનિધિ), શ્રી અરવિંદવેગડા (ગાયક, અભિનેતા), સફીન હસન (આઈપીએસ) (ટ્રાફિક ડીસીપી (અમદાવાદ પૂર્વ)), શ્રી સુરેન્દ્રભાઈ બક્ષી (પૂર્વ કાઉન્સિલર), શ્રી ધર્મેશભાઈ શાહ (પૂર્વ કાઉન્સિલર) ગુજરાતી ફિલ્મ નિર્માતા શ્રી જીતુભાઈ પંડ્યા (જીતુ-મંગુ ફેમ કોમેડી કલાકાર અને દિગ્દર્શક), ગીતાબેન પટેલ (માનવમિત્ર સમાચાર) મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.
અમદાવાદમાં આયોજિત આ એક્તા પરીષદની મીટીંગ નું આયોજન પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા અને અમદાવાદ જીલ્લા પ્રમુખ હસમુખભાઈ પટેલ તેમજ અન્ય કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

પત્રકાર એકતા પરિષદના સંમેલનનો પ્રારંભ ઉપસ્થિત મહાનુભાવોનો પરિચય આપીને કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગાયક અને અભિનેતા શ્રી અરવિંદભાઈ વેગડા કે જેઓ તેમના ગુજરાતી ગીત "ભલા મોરી રામા" માટે પ્રખ્યાત થયા હતા, તેઓએ પોતે ગાયેલા ગુજરાતી ગીત "ભલા મોરી રામા" ગાઈને અને ગણપતિ દાદાના શ્લોકોનું પઠન કરીને પત્રકારોને પ્રેરણા આપી હતી.
આ પછી આજના યુવાનો માટે પ્રેરણારૂપ અને અમદાવાદ શહેરના લોકોમાં પોતાના ઉત્તમ વર્તન માટે પ્રખ્યાત એવા IPS ઓફિસર સફીન હસન સાહેબે પત્રકારોને પત્રકારો અને પોલીસ વચ્ચે સુમેળથી કામ કરવાનો સંદેશ આપ્યો હતો. ખરેખર, સફીન હસન સાહેબ તેમના શાનદાર ભાષણ માટે પણ જાણીતા છે. તેઓની હળવી ભાષામાં વાત કરવાની રીત કંઈક અલગ હોય છે, એટલે કે તેઓ સૂચનાઓ (ઠપકો) આપે તો પણ સામેની વ્યક્તિને ખોટું નથી લાગતું.
તેમણે ચાર રસ્તા પર રિક્ષાચાલકો લોકોને અડચણરૂપ બનતા હોવાનો દાખલો આપ્યો હતો અને સમજાવ્યું હતું કે રિક્ષાચાલકો કેમ અડચણરૂપ બને છે અને શા માટે તેમની રિક્ષા ચાર રસ્તા પર પાર્ક કરવી પડે છે? આપણે સમસ્યાનું મૂળ શોધવાનો પ્રયાસ કરવો જોઈએ કે તે જગ્યાએ કઈ વ્યવસ્થાની ખામી છે જેના કારણે રિક્ષાચાલકો પોતાની રિક્ષા ચાર રસ્તાની બાજુમાં પાર્ક કરવી પડે છે? ચાલુ અછત અંગેનો મુદ્દો ઉઠાવવો જોઈએ. જેના કારણે કાયમી સમસ્યા હલ થાય. ત્યારબાદ તેઓ સમયના અભાવે પોતાની સ્પીચ પૂર્ણ કરી હતી અને ફરજ પર પાછા ચાલ્યા ગયા હતા.
આ પછી અમદાવાદ જિલ્લા સહિત ઉપસ્થિત તમામ જિલ્લાના પ્રમુખોનું શાલ અને પુષ્પ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. પત્રકાર એકતા પરિષદના પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયાએ દરેક જિલ્લાના પ્રમુખોની નિમણૂક કરી અને ભોજનના અંતે સંમેલન ખૂબ જ ઉત્સાહભેર સંપન્ન થયું.

રિપોર્ટ બાય: સૌરાંગ ઠક્કર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.