22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ - At This Time

22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ


સમગ્ર દુનિયાના દેશ દર વર્ષે 22 એપ્રિલે અર્થ ડે કે પૃથ્વી દિવસ મનાવે છે. પૃથ્વી અને તેના વાતાવરણને સુરક્ષિત કરવાના હેતુથી લોકોને જાગૃત કરવા માટે પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. ભારત સહિત લગભગ 195થી વધુ દેશ પૃથ્વી દિવસ મનાવે છે. પૃથ્વીના મહત્વને સમજતા અને તેની રક્ષા માટે સમગ્ર વિશ્વના લોકોએ એક દિવસની પસંદગી કરી જેને હવે વિશ્વ પૃથ્વી દિવસના નામથી ઓળખવામાં આવે છે.

વિશ્વ પૃથ્વી દિવસ મનાવવાનો હેતુ

22 એપ્રિલે મનાવવામાં આવતા આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસનો મુખ્ય હેતુ લોકોને આંતરરાષ્ટ્રીય સ્તરે એકત્ર કરીને પર્યાવરણ સુરક્ષા માટે પોતાનો સહયોગ આપવા માટે પ્રેરિત કરવાનો છે જેથી આ ગ્રહને નુકસાન પહોંચાડનારી માનવ ગતિવિધિઓને ઓછી કરવામાં આવી શકે.

પૃથ્વી દિવસનો ઈતિહાસ

અર્થ ડે ને મનાવવાની શરૂઆત 1970 માં થઈ હતી. સૌથી પહેલા અમેરિરી સીનેટર ગેલૉર્ડ નેલ્સને પર્યાવરણની શિક્ષણ તરીકે આ દિવસની શરૂઆત કરી હતી. એક વર્ષ પહેલા 1969માં કેલિફોર્નિયાના સાંતા બારબરામાં ઓઈલ લીકેજના કારણે આફત આવી ગઈ હતી. આ ઘટનામાં ઘણા લોકોને નુકસાન થયુ અને પર્યાવરણ સુરક્ષાની દિશામાં કામ કરવાનો નિર્ણય કર્યો. જે બાદ નેલ્સનના આહ્વાન પર 22 એપ્રિલે લગભગ 2 કરોડ અમેરિકીઓએ પૃથ્વી દિવસના પહેલા આયોજનમાં ભાગ લીધો હતો.

વર્લ્ડ અર્થ ડે 2024 થીમ
આ વર્ષના અર્થ ડેની થીમ પ્લેનેટ વર્સિસ પ્લાસ્ટિક્સ પ્લાસ્ટિક પ્રદૂષણના ગંભીર મુદ્દા અને તે પ્રકૃતિને કેવી રીતે નુકસાન પહોંચાડે છે તેના પર ધ્યાન દોરે છે. પરંતુ પૃથ્વી દિવસ એ માત્ર એક સમસ્યા વિશે નથી. તે સમજવા વિશે છે કે પ્રકૃતિમાં બધું જ કેવી રીતે જોડાયેલું છે.
વર્લ્ડ અર્થ ડે 2024 મહત્વ
વિશ્વ પૃથ્વી દિવસ પર માનવ સમુદાય પૃથ્વીના સંરક્ષણ અને પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવાના ઉત્સાહની ઉજવણી કરે છે. આ દિવસ વિશ્વભરમાં જાગૃતિ લાવવા, પર્યાવરણીય સંરક્ષણ માટે સંવેદનશીલતા વધારવા અને જીવન ચક્રની સુરક્ષા માટે પ્રેરિત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે વૃક્ષારોપણ, સાયકલ ટ્રાફિક, અને પર્યાવરણ સંરક્ષણને લગતા જાગૃતિ કાર્યક્રમો જેવા વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
લેખન
આ.પ્રો ડો સચિન જે પીઠડીયા
G.E.S Class 2
સરકારી વિનયન કોલેજ ભેંસાણ
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.