સાણંદના વિરોચનનગર મુકામે VPL 4 ક્રિકેટ ટેનિસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન - At This Time

સાણંદના વિરોચનનગર મુકામે VPL 4 ક્રિકેટ ટેનિસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન


અમદાવાદના સાણંદ તાલુકામાં વિરોચનનગર મુકામે એકતા ગ્રાઉન્ડ ખાતે VPL 4 ક્રિકેટ ટેનિસ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

આ ટુર્નામેન્ટમાં 8 ટીમોએ ભાગ લીધો હતો

VPL 4 ટુર્નામેન્ટમાં તારીખ 21 એપ્રિલ રવિવારના રોજ પઠાણ વર્સિસ રાજા ફાઇનલ મેચનો ખરાખરીનો જંગ જામ્યો હતો જેમાં ફર્સ્ટ લિંકમાં સુપર રાજા ઇલેવને 10 ઓવરમાં 9, વિકેટે 94 રન નો સ્કોર બનાવ્યો હતો જેના જવાબમાં પઠાણ ઇલેવને 6, વિકેટે 10મી ઓવર ના બીજા બોલે વિજય હાસિલ કર્યો હતો.

આ ટુર્નામેન્ટમાં ફાઇનલ વિજેતા ટીમને રૂપિયા 12, હજાર રોકડ રકમ અને કપ્તાન સમીર ખાનને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને ફાઇનલ પરાજિત ટીમને રૂપિયા 6, હજાર રોકડ અને કપ્તાન સરફરાજખાનને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી

આ ટુર્નામેન્ટના આયોજક હરીશખાન, નદીમખાન, નદીમખાન, જમીનખાન સહયોગી બશીરખાન , આરીફખાન સરપંચ, પૂર્વ ડેપ્યુટી સરપંચ અમજદખાન, તટસ્થ અમ્પાયરિંગ રબ્બાની મલિક, ગ્રામજનો સહિતના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ ટુર્નામેન્ટને સફળ બનાવ્યો હતો.

બ્યુરો રીપોર્ટ ફઝલખાન પઠાણ એટ ધીસ ટાઇમ ન્યુઝ સાણંદ અમદાવાદ...


9904201386
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.