ઉત્તરાખંડ પોલીસે ફરાર YouTuber બોબી કટારિયા પર 25,000 રૂપિયાના ઈનામનું એલાન કર્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uttarakhand-police-announces-rs-25-000-reward-on-absconding-youtuber-bobby-kataria/" left="-10"]

ઉત્તરાખંડ પોલીસે ફરાર YouTuber બોબી કટારિયા પર 25,000 રૂપિયાના ઈનામનું એલાન કર્યું


- એસએસપી દેહરાદૂન દિલીપ સિંહ કુંવરે જણાવ્યું કે, દેહરાદૂન પોલીસે આરોપી કટારિયા વિરુદ્ધ કોર્ટમાંથી બિનજામીનપાત્ર વોરંટ મેળવ્યું છેદેહરાદૂન, તા. 27 ઓગષ્ટ 2022, શનિવારઉત્તરાખંડ પોલીસે દેહરાદૂનમાં રસ્તા પર ટેબલ મૂકી કથિત રીતે દારૂ પીવાના મામલે ફરાર YouTuber બોબી કટારિયા પર 25,000 રૂપિયાનું ઈનામ ઘોષિત કર્યું છે. એસએસપી દેહરાદૂન દિલીપ સિંહ કુંવરે જણાવ્યું કે, દેહરાદૂન પોલીસે આરોપી વિરુદ્ધ કોર્ટમાંથી બિનજામીનપાત્ર વોરંટ મેળવ્યું છે. પોલીસે કટારિયાની ધરપકડ કરવા માટે હરિયાણાના ગુરૂગ્રામ સ્થિત તેના ઘર પર પણ દરોડા પાડ્યા હતા પરંતુ તે સતત ફરાર છે. ત્યારબાદ આરોપી બોબી કટારિયા પર 25 હજાર રૂપિયાનું ઈનામ ઘોષિત કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ કટારિયાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે રસ્તા વચ્ચે ખુરશી મૂકીને દારૂ પીતો નજર આવી રહ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ વીડિયો દેહરાદૂન-મસૂરી માર્ગનો હતો. ત્યારબાદ પોલીસે કટારિયા સામે કલમ 290 (જાહેર ઉપદ્રવ કરવા), 510 (સાર્વજનિક સ્થળે દારૂનું સેવન), 336 (માનવ જીવન અથવા અન્યની વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકવું) અને 342 (કોઈપણ વ્યક્તિને ખોટી રીતે રોકવી) અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 67 હેઠળ કેસ દાખલ કર્યો હતો. કેસ દાખલ કર્યા બાદ પોલીસે કટારિયાને 3 નોટિસ મોકલી હતી. તેમણે એકનો પણ જવાબ નહોતો આપ્યો ત્યારબાદ તેના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડ્યું હતું. હરિયાણા નિવાસી કટારિયાએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર છેલ્લા અઠવાડિયે પોસ્ટ કર્યો હતો. જેના બેકગ્રાઉન્ડમાં 'રોડ્સ અપને બાપ કી' ના શબ્દ વાળું સોન્ગ પણ સંભળાઈ રહ્યું હતું. કટારિયા પોતાના એક જૂના વીડિયોને લઈને પણ મુશ્કેલીમાં ફસાયેલો છે જેમાં તે સ્પાઈસ જેટના એક વિમાનમાં ધૂમ્રપાન કરતો નજર આવી રહ્યો છે. કટારિયાનો વિમાનમાં ધૂમ્રપાન કરતો વીડિયો વાયરલ થતા હંગામો મચી ગયો હતો. જોકે, સ્પાઈસ જેટે પોતાની સ્પષ્ટતામાં કહ્યું હતું કે, સિગારેટ પીવાની આ ઘટના 20 જાન્યુઆરીના રોજ દુબઈ-દિલ્હીની ફ્લાઈટમાં તે સમયે બની હતી જયારે યાત્રી વિમાનમાં સવાર થઈ રહ્યા હતા અને કેબિન ક્રૂના સદસ્યો ઉડાન શરૂ થવાની પ્રક્રિયા પૂરી કરવામાં વ્યસ્ત હતા. તપાસ બાદ સ્પાઈસ જેટે કટારિયાને 15 દિવસ માટે 'નો ફ્લાઈંગ લિસ્ટ'માં રાખી દીધો હતો. જોકે, આરોપી કટારિયાએ દાવો કર્યો હતો કે, તે એક ડમી વિમાન હતું અને દુબઈમાં તેના શૂટિંગનો એક ભાગ હતો. ઈન્સ્ટાગ્રામ પર કટારિયાના 6.3 લાખ ફોલોઅર્સ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]