સાબરકાંઠા જિલ્લામાં:- આઝાદી કા અમૃત મહોત્સવની - At This Time

સાબરકાંઠા જિલ્લામાં:- આઝાદી કા અમૃત મહોત્સવની


સાબરકાંઠા જિલ્લામાં:-
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે.....
--------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં:-આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસ કામોને લોકો સુધી પહોંચાડવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે..

આ અંતર્ગત પોશીના તાલુકાની ચંદ્રાણા અને કોટડા જિલ્લા પંચાયત સીટ ના ચંદ્રાણા (ખીજડા ફળી),દેલવાડા અને કોટડા ( કોટડા ગઢી) ગામોમાં વંદે ગુજરાત વિકાસયાત્રા યોજાઈ હતી..

સરકાર દ્વારા બાળકના જન્મથી લઇને મરણ સુધીની અનેકવિધ માનવ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવામાં આવી છે. આજે વિધવા પેન્શન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના,પી એમ.જે.વાય યોજના વગેરે યોજનાઓ થકી રાજ્યના માનવગણની જીવનશૈલી હળવી બનાવી છે.108 એમ્બયુલન્સ સેવા આશીર્વાદરૂપ સાબિત થઇ છે.પશુઓના ઈલાજ માટે 1962 ફરતુ પશુ દવાખાના થકી ઘર આંગણે પશુની સારવાર મળી રહે છે.આજે સેવાસેતુ કાર્યક્રમના માધ્યમ થકી ઘર આંગણે સેવાઓ મળી રહી છે..

પોશીના તાલુકાની વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન 150 થી વધુ લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો.વિકાસયાત્રા દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી નિમિતે શાળા કક્ષાએ યોજાયેલ ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા..

વંદે ગુજરાત વિકાસયાત્રામાં આદિજાતિ મોરચા જિલ્લા પ્રમુખ લુકેશભાઈ ગમાર,જિલ્લા પંચાયત સદસ્ય આનંદીબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ચીમનભાઈ,પ્રોજેક્ટ અધિકારી જે.જે.નિનામા,પોશીના તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ, મામલતદાર અરુણભાઈ ગઢવી, તાલુકા હેલ્થ ઓફિસર બી.એસ.ગઢવી,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આર. આર.પટેલ,રૂમાલભાઈ તથા મોટી સંખ્યામાં લાભાર્થી અને આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર:-
શાહબુદ્દીન શિરોયા
સાબરકાંઠા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.