ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં કાણકીયા ગામે 75માં પ્રજાસત્તાક દિનની ધામધૂમ ઉજવણી કરવામાં આવી હતી - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં કાણકીયા ગામે 75માં પ્રજાસત્તાક દિનની ધામધૂમ ઉજવણી કરવામાં આવી હતી


તા:27 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં કાણકિયા ગામે 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનું આયોજન સરકારી પ્રાથમિક શાળાનાં આચાર્ય તેમજ તમામ શિક્ષક સ્ટાફે જહેમત ઉઠાવી હતી જેમાં આ કાર્યક્રમનું સતત મોનિટીઞ અને આયોજન સ્કૂલનાં શિક્ષક ઝાલા મંજુલાબેન તેમજ મિતલબેન ડોડીયાએ સંભાળી હતી જેમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ પિરામિડ જેવાં અનેક કાર્યક્રમો રજૂ કરીને રાષ્ટ્રધ્વજ વંદન કરી રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી આ કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની કામઞીરી અતિ ગરીબ પરીવારમાં જન્મેલી કાણકિયા ગામની દીકરી દેવીપુજકનાં શિરે ચોપવામાં આવી હતી અને આ એક અતિ પછાત વર્ગની દેવીપુજકની દીકરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને આ મેદાનમાં રાષ્ટ્રગીત ગુંજી ઉઠ્યું હતું આ દીકરીની પસંદગીને ગામનાં લોકોએ બિરદાવી હતી

ત્યારબાદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો કાણાકીય ગામનાં સરપંચ કાળુભાઈ વાળા પૂર્વ સરપંચ નાથાભાઈ વાઢેર તેમજ અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં અને આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોની હાજરી પણ જોવાં મળી હતી જેમાં 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન હોય આ દિવસે નવો બનાવેલો કોમ્પ્યુટર લેબ હોય જેમાં હાલનાં સરપંચ કાળુભાઈ વાળાનાં ધર્મ પત્ની દ્વારા રીબીન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને એડવાન્સમાં પહેલી ફેબ્રુઆરી શાળાનો સ્થાપના દિવસ હોય જેમનું પણ આયોજન એડવાન્સ કરી બાળાઓ દ્વારા એક ગીત રજૂ કરીને સ્થાપના દિનની પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં સરકારી પ્રાથમિક શાળાનાં આચાર્યએ વધુ માહિતી આપી હતી કે આથી વધુ સહકાર આવાં દરેક કાર્યક્રમમાં મળતો રહે એવો તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો

પ્રેસ રિપોર્ટર ડિ.કે વાળા ઞીર ઞઢડા ગીર સોમનાથ8780138711


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.