મહુવા થી અમેરિકા: “હિતેનભાઈ ભુતાએ સ્થાનિક વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિકો માટે અમેરિકામાં શિક્ષણ અને વ્યવસાયની નવી તક વિષે માહિતી આપી" - At This Time

મહુવા થી અમેરિકા: “હિતેનભાઈ ભુતાએ સ્થાનિક વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિકો માટે અમેરિકામાં શિક્ષણ અને વ્યવસાયની નવી તક વિષે માહિતી આપી”


મહુવા થી અમેરિકા: “હિતેનભાઈ ભુતાએ સ્થાનિક વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિકો માટે અમેરિકામાં શિક્ષણ અને વ્યવસાયની નવી તક વિષે માહિતી આપી"

મહુવા થી અમેરિકા: “હિતેનભાઈ ભુતાએ સ્થાનિક વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિકો માટે અમેરિકામાં શિક્ષણ અને વ્યવસાયની નવી તક વિષે માહિતી આપી" શ્રી બળવંત પારેખ એજ્યુકેશન ટ્રસ્ટ અને મહુવા ચેમ્બર ઓફ કોમર્સ ના સંયુક્ત ઉપક્રમે અમેરિકા સ્થિત કપોળ બિઝનેસ લીડર શ્રી હિતેન ભુતા દ્વારા “યુએસએમાં ઉચ્ચ શિક્ષણ અને વ્યવસાયની તકો” વિષય પર ગુરુવાર, તારિખ્ ૨૫-જાન્યુ-૨૦૨૪ ના રોજ મહુવા
પારેખ કોલેજ ખાતે સાંજે ૪-૦૦ થી ૫-૩૦ દરમિયાન વ્યાખ્યાન આપવામ આવ્યું હતું. . આ કાર્યક્રમને સારો પ્રતિસાદ મળ્યો હતો અને લગભગ ૧૨૦+ વિદ્યાર્થીઓ અને બિઝનેસ લીડર્સે અનોખા, પ્રેરણાદાયી કાર્યક્રમમાં હાજરી આપી હતી.
શ્રી. હિતેન ભુતાએ ઓનલાઈન જોબ મેળવવા, મહુવાથી યુએસ કંપનીઓ માટે કામ કરવા, ઓનલાઈન ઉચ્ચ શિક્ષણ મેળવવા, રીમોટ લર્નિંગ દ્વારા યુએસ ડીગ્રી પ્રમાણપત્ર મેળવવા અને યુએસએમાં નવા ગ્રાહકો અને વ્યવસાયની તકો શોધવા અંગે ઉપયોગી અને વ્યવહારુ માહિતી આપી હતી.
મહુવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી બચુભાઈ પટેલ અને શ્રી બળવંત પારેખ ટ્રસ્ટના મેને. ટ્રસ્ટી શ્રી પંકજભાઈ રૂપારેલએ શ્રી હિતેન ભુતા નું હાર્દિક સ્વાગત કર્યું અને તેમના સમય, જ્ઞાન અને શિક્ષણ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા બદલ આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે ડો. ઉમેશભાઈ જોષી (સી. ડી. એસ. હેડ પીડિલાઈટ) એ ટેકનોલોજીના અભ્યાસક્રમો અને કોલેજના અનોખા કાર્યક્રમ વિશે મૂલ્યવાન માહિતી આપી હતી અને હિતેન ભુતા યોગદાનની કદર કરી હતી. હિતેન ભુતાએ જણાવ્યું , “દામનગર મારું જન્મસ્થળ છે અને દામનગર અને આસપાસના વિસ્તારોમાં શાળાના વેકેશન દરમયાન ઘણો સમય પસાર કર્યો છે . આ ક્ષેત્રની પ્રગતિમાં યોગદાન આપવા માટે મારી મજબૂત પ્રતિબદ્ધતા છે.”આ પ્રસંગે શ્રી. હિતેનભાઈ ભુતા એ મુંબઈ થી ખાસ પધારેલ શ્રી. નિરંજનભાઈ શેઠ અને શ્રી. કિરીટભાઈ પારેખ માટે આભાર ની લાગણી રજુ કરી.અનેક વિદ્યાર્થીઓ અને બિઝનેસ લીડર્સે કાર્યક્રમની પ્રાયોગિક સામગ્રીની પ્રશંસા કરી. કેટલાક દ્વારા વિચારોને તાત્કાલિક અમલમાં મૂકવાનું નક્કી કર્યું. આ કાર્યક્રમે મહુવાના વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે નવી તકો અને માર્ગો ખોલ્યા.મહુવાના આ પ્રવાસ દરમિયાન શ્રી. હિતેન ભુતાએ મહુવા અને નજીકના ગામો માટે સમાજિક અને સાંસ્કૃતિક પ્રોજેક્ટ માટે સખાવતી દાનની પણ મંજૂરી આપી હતી.સમારંભ ના અંતમાં શ્રી બળવંત પારેખ એજ્યુકેશન ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી ભુપેન્દ્રભાઈ સોપારીયા એ આભાર વ્યક્ત કરેલ.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પ્રા. ડો. મહિમ્નભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવેલ.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.