ધંધુકા ધોલેરા સહિત ગરીબો ની કસ્તુરીના ભાવ ઉંચકાયા - At This Time

ધંધુકા ધોલેરા સહિત ગરીબો ની કસ્તુરીના ભાવ ઉંચકાયા


ધંધુકા ધોલેરા સહિત ગરીબો ની કસ્તુરી ના ભાવ ઉંચકાયા.
લીલા શાકભાજી ના ભાવ આસમાને.
લીલાં શાકભાજીની આવક વધી હોવા છતા શાકભાજીના ભાવો રિટેઈલમાં ઘટવાનું નામ લેતું નથી. હોલસેલમાં કોથમીર રૂ.૬૦ કિલો હોવા છતા રિટેઈલમાં રૂ.૧૪૦ થી૧૬૦ કિલો વેચાઈ રહી છે. આ જ રીતે ગરીબોની કસ્તૂરી સામાન્ય દિવસોમાં રૂ.૧૫ કિલો મળતી હતી. તે અત્યારે રૂ.૩૮ કિલો વેચાણ થઈ રહી છે. બટાકા રૂ.૧૫ કિલો વાળા રૂ.૩૦ કિલો વેચાય છે. શાકભાજીને વેપારીઓના જણાવ્યા મુજબ શિયાળો શરૂ થવાનો હોવાથી લીલા શાકભાજીની આવક વધશે જેના લીધે આગામી દિવસોમાં ભાવો ઘટશે. જો કે, વરસાદ પડવાને શાકભાજીના પાકને થોડુ નુકસાન થયુ છે. બજારમાં ભીડા, ગવાર, ટીડોડા, ચોળી, સુરતી પાપડી, હોલસેલ માર્કેટમાં રૂ.૪૦ થી ૫૦ કિલો વેચાણ થઈ રહ્યા છે. રિટેઈલ માર્કેટમાં રૂ.૬૦ થી ૭૦ કિલો વેચાણ થઈ રહ્યા છે. જો કે, ટામેટા હોલસેલમાં રૂ.૨૫ કિલો અને રિટેઈલમાં રૂ.૫૦ કિલોનો ભાવ ચાલી રહ્યા છે. આમ શાકમાર્કેટમાં ગમે ત્યારે સ્ટોક ઓછો આવે તેમ કરીને વેપારીઓ ભાવો વધારતા ગૃહિણીઓનું બજેટ વેર વિખેર થઈ રહ્યું છે. શાકભાજી બજારમાં આવતા નહીં હોવાથી છુટક બજારમાં મનફાવે તે રીતે વેપારી અને લારીવાળા ભાવ વસૂલે છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.