પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ડભોઈ કોલેજ ખાતે ઉંચા વ્યાજે વ્યાજખોરીનો ધંધો કરતાં ઈસમો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવા પોલીસ તંત્ર દ્વારા લોકદરબાર યોજાયો - At This Time

પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ડભોઈ કોલેજ ખાતે ઉંચા વ્યાજે વ્યાજખોરીનો ધંધો કરતાં ઈસમો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવા પોલીસ તંત્ર દ્વારા લોકદરબાર યોજાયો


રિપોર્ટ:- નિમેષ સોની,ડભોઈ

ઉંચા વ્યાજે વ્યાજખોરીનો ધંધો કરતા ઈસમોના દૂષણને ડામવા માટે સરકારે પોલીસ તંત્રને છૂટો દોર આપ્યો છે. ત્યારે ઘણા લાંબા સમયથી વ્યાજના અજગરી ભરડામાં સપડાયેલા પીડીત નાગરિકોને છૂટકારો અપાવવા માટે પોલીસે વ્યાજખોરો ઉપર કડક પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. તે અંતર્ગત ડભોઇ પોલીસે પણ લોકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી છોડાવવા માટે ડભોઇ કોમર્સ કોલેજ ખાતે લોક દરબારનું આયોજન કર્યું હતું.
જેમાં વડોદરા પોલીસ મહા નિર્દેશક ડો. સંદીપ સિંહ,અને રેન્જ આઈ.જીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. જેમાં આઇ.પી.એસ.રોહન આનંદ અને સ્થાનિક પોલીસ અધિકારીઓની હાજરીમાં ડભોઇ નગર અને તાલુકાનાં વેપારી મિત્રોને બોલાવી state bank of india ના મેનેજર શ્રીમતી નિવેદિતાબેન વિશ્વાસ દ્વારા આ બાબતે યોગ્ય જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેંક મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિએ લોન માટે હંમેશા બેંકના માધ્યમથી જ લોન લેવી જોઈએ. કોઈ શરાફી વ્યક્તિ પાસેથી ઉંચા વ્યાજે લોન લેવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં.
આઇ.પી.એસ.અધિકારી આનંદે વધુમાં જણાવ્યું હતું કે, કેટલીકવાર વ્યક્તિ ઉંચા વ્યાજે લોન લઈ લે છે અને પછી વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી શરૂ કરી દેવાય છે. પરિણામે તે વ્યક્તિએ પોતાને અને પોતાના પરિવારને બરબાદ થવાનો કે આત્મહત્યા કરવાનો વારો આવે છે.
ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી એ જે મુહીમ ઉપાડી છે, ત્યારે આપણે સૌ એ આવા વ્યાજખોરોને ડામવા માટે આગળ આવી યોગ્ય પુરાવા રજૂ કરી ફરિયાદ કરવા આગળ આવવું જોઈએ. જેથી વ્યાજખોરો સામે કડક પગલાં લઈ શકાય અને તમને યોગ્ય ન્યાય મળે. જો કોઈ વ્યક્તિ આવી વિગતો જાહેરમાં આપવા ન માંગતા હોય તો તેવી વ્યક્તિઓ બંધ કરવામાં પણ અમને આપી શકે છે અને અમે તે બાબતે જરૂરી કાનૂની કાર્યવાહી કરીશું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.