મહીસાગર-લુણાવાડા કોટેજ હોસ્પિટલમાં RBSK & અનુષ્કા ફાઉન્ડેશન ફોર ઈલીમીનેટીંગ ક્લબફૂટ દ્વારા ક્લબફૂટની મફતમાં સારવાર - At This Time

મહીસાગર-લુણાવાડા કોટેજ હોસ્પિટલમાં RBSK & અનુષ્કા ફાઉન્ડેશન ફોર ઈલીમીનેટીંગ ક્લબફૂટ દ્વારા ક્લબફૂટની મફતમાં સારવાર


રૂશાન, જયેશ, ભૂમિકા, ધનુષ, રોશની જેવા અનેક કલબફૂટ ખામી વાળા બાળકોને મળી નિશુલ્ક સારવાર

બાળકનાં જન્મ સમયે બાળકોના વાકા-ચુકા પગ કોઈ પણ માતા પિતાને માનસિક સમસ્યામાં મૂકી શકે છે એમના ચહેરાની ખુસી છીનવી લે છે. આવુજ રૂશાન ના માતા પિતા સાથે થયેલ રૂશાન ને જન્મથી જ ક્લબફૂટ હતું આ બાબતે જ્યાં ડીલવરી કરી ત્યાં DR. ધ્વારા કહેવામા આવ્યું કે આ બાળકને ક્લબફૂટની ખામી છે, તમે બાળકને ઓર્થોપેડીક DR. ને બતાવો આથી અમે ખાનગી દવાખાનામાં ખર્ચો કરી શકે તેમ ન હતા. એવાજ સમયે અમને આરોગ્ય શાખા RBSKના સાહેબ  દ્વારા માહિતી મળી કે આવા બાળકોની મફતમાં સારવાર હવે લુણાવાડા કોટેજ હોસ્પિટલમાં શક્ય છે,
આથી અમે અમારા બાળક ને લઇ કોટેજ હોસ્પિટલ લુણાવાડા પહોચ્યા ત્યાં અમોને શિરીષભાઈ મળ્યા જેઓ અમને હાડકાના ડોકટર શ્રી પ્રતિક ભાભોર પાસે તપાસ માટે લઇ ગયા સાહેબ દ્વારા નિદાન બાદ ખાતરી થઈ કે બાળકને ક્લબફૂટ છે આની સારવાર આજથી ચાલુ કરી શકાય, ત્યાર બાદ અનુષ્કા ફાઉન્ડેશનના પોગ્રામ એક્ઝિક્યુટિવ શિરીષભાઈ મકવાણા દ્વારા અમને ક્લબફૂટ વિષે વિગતવાર માહિતી આપવામાં આવી કેટલો સમય લાગશે, કલબ ફૂટમાં કઈ રીતે સારવાર અપાશે બધી માહિતી અમોને વિગતવાર સમજાવવામાં આવી ત્યારબાદ અમે એજ દિવશે સારવાર ચાલુ કરાવી
આ સમય દરમ્યાન અમે ધણો મુશ્કેલીનો સામનો કર્યો અમને થયું અમારું બાળક સારું થશે કે નહી એ ચિંતા સતત મનમાં ચાલ્યા કરતી પરંતુ લુણાવાડામાં 5 પ્લાસ્ટરના પાટા.ટેનોટમી અને વિષેશ પ્ર્ર્કારના બુટ (બ્રેસ) બાદ પગ પહેલા કરતા ઘણો સીધો જોવા મળ્યો આથી હવે અમને આશા છે કે અમારા બાળક યોગ્ય કાળજી અને સારવાર સમયસર કરાવી શું તો ચોક્કસ સારું થઇ જશે

કોટેજ હોસ્પિટલ લુણાવાડા ઓર્થોપેડિક ડૉ.પ્રતિક ભાભોર
ડો.પ્રતિક ભાભોરના કહ્યા અનુસાર કલબફૂટની ખોટ-ખાપણ ધરાવતા બાળકો જેટલું બને એટલી ઝડપી સારવાર ચાલુ કરાવે અને એક વાર સારવાર ચાલુ કર્યા પછી જયા સુધી કહેવામાં ના આવે ત્યાં સુધી સારવાર ચાલુ રાખવી બાળક માટે હિતાવ છે, ક્લબફૂટની સારવાર પોન્સેટી પદ્ધતિથી કરવામાં આવે છે જેમાં 4 થઈ 8 પ્લાસ્ટર, ટેનોટમી અને બ્રેસની મદદ લેવામાં આવે છે જો સમયસર સારવાર કરાવવામાં આવે તો બાળક ચોક્કસ પણે સારું થઇ જાય છે, અને અન્ય બાળકોની જેમ જ રમી શકે ચાલી શકે અને દોડી શકે છે.
આ ઉપરાંત અમુક બાળકોને કસરતની પણ જરૂરીયાત હોઈ છે તો આવા બાળકો ને DEIC વિભાગ/ફિસિયોથેરેપી વિભાગ દ્વારા ક્લબફૂટ વાળા બાળકોને કઈ રીતે કસરત કરાવવી તેની પ્રેક્ટીસ અને માર્ગદર્શન મેળવી શકે છે.

અનુષ્કા ફાઉન્ડેશનમાં ફરજ બજાવતા શિરીષ મકવાણા ના કહ્યા અનુસાર કોટેજ હોસ્પિટલ લુણાવાડા માં અત્યાર સુધી 13 જેટલા બાળકો સારવાર લઇ રહ્યા છે. કોટેજ હોસ્પિટલ લુણાવાડા માં ઓર્થોપેડિક ડૉ. પ્રતિક ભાભોર ના નેતુત્વમાં ક્લબફૂટ વાળા બાળકોની સારવાર કરવામાં આવી રહી છે, અનુષ્કા ફાઉન્ડેશન દ્વારા ક્લબફૂટ વાળા બાળકો મફતમાં વિશેસ પ્રકારના બુટ (બ્રેસ) આપવામાં આવે છે બાળકોને બ્રેસ કેવી રીતે પહેરવા ક્યારે પહેરવા અને કલબફૂટની તમમાં સારવારની માહિતી (કાઉસલિંગ) અનુષ્કા ફાઉન્ડેશનમાં ફરજ બજાવતા શિરીષ મકવાણા દ્વારા આપવામાં આવે છે.
RBSK, અનુષ્કા ફાઉન્ડેશન ફોર ઈલીમીનેટીંગ ક્લબફૂટ અને કોટેજ હોસ્પિટલ લુણાવાડાના સહયોગથી કોટેજ હોસ્પિટલ લુણાવાડા માં દરેક સોમવારે સવારે 9:00 થી  12:00 સુધી ક્લબફૂટ વાળા બાળકોની સારવાર તદન મફત કરી આપવામાં આવે છે.
આવી જ રીતે મહીસાગર જીલ્લામાં કોટેજ હોસ્પિટલ લુણાવાડા માં RBSK અને અનુષ્કા ફાઉન્ડેશનના સંયુક્ત સંયોજનથી આજદિન સુધી 13 થી પણ વધારે બાળકો ક્લબફૂટની સારવાર તદ્દન મફતમાં લઇ ચુક્યા છે.
સંપર્ક :- કલબફૂટ સારવાર માટે સંપર્ક નીચે મુજબ કરવા વિનતી.
           કોટેજ હોસ્પિટલ લુણાવાડા, કોટેજ ચોકડી, ગોધરા-મોડાસા હાઇવે, લુણાવાડા, જી.મહીસાગર.
           શિરીષ મકવાણા, મોબાઈલ નંબર :- 7208973836


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.