રાજકોટમાં કોન્ટ્રાક્ટરે મકાન બનાવ્યા બાદ માલિકે ગમતું નથી કહેતા પાડી નાખ્યું, રૂ. 8 લાખ નહીં ચૂકવતા કોન્ટ્રાક્ટરે ઝેરી દવા ગટગટાવી - At This Time

રાજકોટમાં કોન્ટ્રાક્ટરે મકાન બનાવ્યા બાદ માલિકે ગમતું નથી કહેતા પાડી નાખ્યું, રૂ. 8 લાખ નહીં ચૂકવતા કોન્ટ્રાક્ટરે ઝેરી દવા ગટગટાવી


રાજકોટમાં કોન્ટ્રાક્ટરે આપઘાતનો પ્રયાસ કર્યાની એક ઘટના સામે આવી છે. જેમાં મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે આવેલ મધુવન સોસાયટીમાં કોન્ટ્રાકટરે મકાન બનાવ્યું હતું. જોકે, બાદમાં માલિકે આ મકાન ગમતુ નથી પાડી નાખો એમ કહેતા મકાન પાડી નાખ્યું હતુ. ત્યારબાદ માલિકે કોન્ટ્રાકટરને ચૂકવવાના 8 લાખ નહીં આપતા કોન્ટ્રાકટરે તેની બેડી ગામ પાસે ચાલતી સાઇટ પાસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં કુવાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.