જસદણમાં સમસ્ત ગીડા પરિવાર આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ - At This Time

જસદણમાં સમસ્ત ગીડા પરિવાર આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં સમસ્ત ગીડા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થતાં ભાવિકજનોમાં ઉમંગની છોળો ઉઠી હતી શ્રી કૃષ્ણ ભગવાન શ્રી સૂર્ય નારાયણ દેવ શ્રી મોમાઈ માતાજી શ્રી સિકોતર માતાજી શ્રી સુરાપુરા દાદાના આશીર્વાદ થકી યોજાયેલ આ ભાગવત સપ્તાહનો પ્રારંભ તા.૨ ને ગુરૂવારના થયો જે તા.૮ ને બુધવાર સુધી ચાલશે વિવિઘ પ્રસંગોથી ગુંથાયેલ આ કથામાં વિખ્યાત શાસ્ત્રી ગિરીશપ્રસાદ બી ભટ્ટ સુમધુર સંગીત શૈલીમાં મોમાઈ માતાજીના મઢ સૂર્ય વંદના સોસાયટી ગઢડીયારોડ જસદણ ખાતે કથાનું રસપાન કરાવી રહ્યા છે તો દરેક ભાવિકજનોને કથામાં પધારવા ગીડા પરિવારએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.