રાજકોટમાં રૂ. 3542 કરોડની સામે 3771.93 કરોડની વસુલાત, 106.49% વસૂલાત કરાઈ - At This Time

રાજકોટમાં રૂ. 3542 કરોડની સામે 3771.93 કરોડની વસુલાત, 106.49% વસૂલાત કરાઈ


કોરોનાકાળ બાદ દેશનું અર્થતંત્ર ધમધમી રહ્યું છે તેમાં સૌરાષ્ટ્ર પણ બાકાત નથી. રાજકોટ ઇન્કમટેકસના ચીફ કમિશ્નર જયંતકુમાર ઉપરાંત પ્રિન્સિપાલ કમિશનર ઓફ ઇન્કમટેકસ આલોકસિંહ સહિત ટીમ દ્વારા આવકવેરાની મહતમ વસૂલાત માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને તેના ભાગરૂપે રાજકોટનાં આવકવેરા વિભાગે રૂ. 3542 કરોડની સામે રૂ. 3771.93 કરોડની વસૂલાત થયાનું જાહેર કર્યું છે. આમ, ટાર્ગેટ કરતા 106.49% વસૂલાત કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.