હળવદની શ્રી રાયધ્રા પ્રાથમિક શાળામાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું. - At This Time

હળવદની શ્રી રાયધ્રા પ્રાથમિક શાળામાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું.


વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે તંદુરસ્તીનું મહત્વ સમજાય અને પોતાનું બાળપણ આનંદદાયી બનાવી શકે તે માટે સરકારશ્રી દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત હળવદ તાલુકામાં આવેલી શ્રી રાયધ્રા પ્રાથમિક શાળામાં ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત શાળા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળા કક્ષાની ખેલ મહાકુંભની સ્પર્ધામાં 30 મીટર દોડ, 50 મીટર દોડ તથા સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ જેવી રમતોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ સિવાય અન્ય રમુજી રમતો પણ રમાડવામાં આવી હતી. સમગ્ર રમત ઉત્સવ દરમિયાન શાળાના બધા બાળકોએ શાળા કક્ષાએ નંબર મેળવવા માટે ખૂબ મહેનત કરી હતી. શાળા કક્ષાની ખેલ મહાકુંભ ની સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓ હવે પછી તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ સ્પર્ધામાં આગામી દિવસોમાં ભાગ લેશે. શાળા કક્ષાના આ ખેલ મહાકુંભ ની સ્પર્ધા ને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શાળા પરિવાર આ ખેલ મહાકુંભ ની શાળા કક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.