ઈડર બસ ડેપો ખાતે નવી પાંચ બસો નું લોકાર્પણ કરાયું - At This Time

ઈડર બસ ડેપો ખાતે નવી પાંચ બસો નું લોકાર્પણ કરાયું


ઈડર બસ ડેપો ખાતે નવી પાંચ બસો નું લોકાર્પણ કરાયું

સાબરકાંઠાના હિંમતનગર ડિવિઝન ના ઇડર બસ ડેપોમાં નવી પાંચ બસો નું લોકાર્પણ કરવામાં આવ્યું.જેમાં ઇડર વિધાનસભા ના ધારાસભ્ય રમણલાલ વોરાના હસ્તે લીલી ઝંડી આપી બસો ને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી કનુભાઈ પટેલ, ઇડર તાલુકા પ્રમુખ પ્રેમલભાઈ દેસાઈ, રાજુભાઇ પટેલ ,ઇડર તાલુકા પંચાયત પ્રમુખ હર્ષાબેન વણકર, ઉપપ્રમુખ કાંતિલાલ પટેલ, અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય હિમાંશુ નિનામા, અનસુયાબેન ગામેતી, રમણસિંહ ડાભી, વર્ષાબેન વણકર ,ઇડર શહેર મહામંત્રી પિયુષભાઈ દવે તેમજ તાલુકા પંચાયત સદસ્ય મનીષભાઈ સહિત અન્ય સદસ્યો અને ઈડર બસ ડેપો ના મેનેજર તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા.

કુલદીપ ભાટીયા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.