વડાપ્રધાને સ્મૃતિવનમાં વિવિધ ૫૦ ચેકડેમના લોકાર્પણ કર્યા - At This Time

વડાપ્રધાને સ્મૃતિવનમાં વિવિધ ૫૦ ચેકડેમના લોકાર્પણ કર્યા


ભુજ,રવિવાર  આજરોજ વડાપ્રાધાનએ સ્મૃતિવનમાં અંજાર ચેક્ડેમ -૮ની ભાવસભર મુલાકાત લઈ વિવિાધ ૫૦ ચેકડેમ લોકાર્પણ કર્યા હતા. આ પ્રસંગે વડાપ્રાધાનએ ચેકડેમ તેમજ તેની દિવાલ પર લખાએલા ભુકંપ દિવંગતોના નામ વાંચતા ભાવુક બન્યા હતા તેમજ તેઓને સ્મરણાંજલિ આપી હતી. તેમણે અહિના બીજા ચેકડેમ વિશે પણ રસપૂર્વક માહિતી મેળવી હતી. ચેક્ડેમની દિવાલો પર એક નેમ પ્લેટમાં ૧૨ સદગતના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં રાખવામાં આવ્યા છે. વિવિાધ ચેક્ડેમમાં નેમ પ્લેટમાં સદગતના નામ સમાવિષ્ટ કરીને સદગત આત્માઓને તેમની સ્મૃતિ રૃપે અમર કરવામાં આવ્યા છે. તેમજ આ સૃથળે વૃક્ષારોપણ કર્યુ હતુ. વર્ષ ૨૦૦૧માં રાજ્ય અને કચ્છ્માં આવેલા ગોઝારા ભૂકંપમાં હોમાયેલા સદગત આત્માઓની યાદમાં વડાપ્રાધાન નરેન્દ્રભાઈ મોદીએ રૃ. ૩૭૫ કરોડના ખર્ચે બનેલા ભારતના સૌથી મોટા સ્મારક અને સંગ્રહાલય સ્મૃતિવનનું લોકાર્પણ કર્યુ હતુ. જેમાં સંગ્રહાલયાથી અંદાજે બે કિ.મી. ઉપરના ત્રિકોણ અને ગોળાકાર આકારના વિવિાધ ૫૦ ચેકડેમને પણ લોકાપત કર્યા હતા. જેમાં વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનાર ૧૨૯૩૨ સદગત આત્માઓની સ્મૃતિઓના સંવેદનની કુલ ૧૦૨૦ નેમ પ્લેટ તેમના ગામ, તાલુકા અને શહેરના નામ સાથે રાખવામાં આવેલ છે. એક નેમ પ્લેટમાં ૧૨ સદગતના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં રાખવામાં આવ્યા છે. વિવિાધ ચેક્ડેમમાં નેમ પ્લેટમાં સદગતના નામ સમાવિષ્ટ કરીને સદગત આત્માઓને તેમની સ્મૃતિ રૃપે અમર કરવામાં આવ્યા છે. એક પછી એક પગિાથયા આાધારિત ચેકડેમ ક્રમ બાય ક્રમ ભરાય એ રીતે આ ચેકડેમનું નિર્માણ કરાયું છે. આ ડેમની આસપાસ તેમની ભૂકંપમાં હોમાયેલા સદગત આત્માઓની યાદમાં રોપાએલા વિવિાધ હજારો વૃક્ષો અને મિયાવાંકીવનનું પણ ઉપસિૃથત સૌએ નિરીક્ષણ કરી આ સ્મારકની ગતિશીલ વિભાવનાઓનો અનુભવવ માણ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.