૧૭ ઓક્ટોબરે કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી ઃ ૨૪ સપ્ટેમ્બરથી ફોર્મ ભરાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/congress-president-election-date-declared/" left="-10"]

૧૭ ઓક્ટોબરે કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી ઃ ૨૪ સપ્ટેમ્બરથી ફોર્મ ભરાશે


 (પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૮કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી ૧૭ ઓક્ટોબરે યોજવામાં આવશે અને આ
અંગેનું નોટિફિકેશન ૨૨ સપ્ટેમ્બરના રોજ જારી કરવામાં આવશે તથા ૨૪ સપ્ટેમ્બરથી
ફોર્મ ભરવાનું શરૃ થશે તેવો નિર્ણય કોંગ્રેસ વર્કિંગ કમિટી(સીબીડબેલ્યુસી)ની
બેઠકમાં લેવામાં આવ્યો છે. સીડબલ્યુસીની ૩૦ મિનિટ સુધી ચાલેલી બેઠકના અંતે  આ અંગેની જાહેરાત કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના
ચેરમેન મધુસુદન મિસ્ત્રીએ પત્રકાર પરિષદમાં કરી હતી. ચૂંટણીનું પરિણામ ચૂંટણીના બે
દિવસ પછી જાહેર કરવામાં આવશે.આ અગાઉ નવેમ્બર,
૨૦૦૦માં કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. સોનિયા ગાંધી સૌથી લાંબો
સમય સુધી પક્ષ પ્રમુખ રહ્યાં છે. તેઓ ૧૯૯૮થી કોંગ્રેસ પ્રમુખ પદે છે. ૨૦૧૭થી ૨૦૧૯
દરમિયાન તેમના સ્થાને રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ રહ્યાં હતાં.પક્ષના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદના રાજીનામાના બે  દિવસ પછી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ઓનલાઇન
યોજવામાં આવી હતી. ઓનલાઇન બેઠકના અધ્યક્ષ પદે સોનિયા ગાંધી હતાં. ઉલ્લેખનીય છે કે
સોનિયા ગાંધી સારવાર અર્થે હાલમાં વિદેશમાં છે. તેમની સાથે રાહુલ ગાંધી અને
પ્રિયંકા ગાંધી પણ છે. ચૂંટણીના ફોર્મ ભરવાનું ૨૪ સપ્ટેમ્બરથી શરૃ થશે જે ૩૦
સપ્ટેમ્બર સુધી ચાલશે.એક ઓક્ટોબરે ફોર્મની ચકાસણી કરવામા આવશે અને આઠ ઓક્ટોબર સુધી
ફોર્મ પરત ખેંચી શકાશે. જો કે એક કરતા વધારે નેતા ઉમેદવારી નોંધાવશે તો ચૂંટણી ૧૭
ઓક્ટોબરે યોજાશે જ્યારે ૧૯ ઓક્ટોબરે મત ગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવશે. વર્ષ ૨૦૦૦ની ચૂંટણીમાં જિતેન્દ્ર પ્રસાદ સોનિયા ગાંધી સામે
હારી ગ્યા હતાં. તેની પહેલા ૧૯૯૭ની ચૂંટણીમાં સિતારામ કેસરીએ શરદ પવાર અને રાજેશ
પાયલોટને હરાવ્યા હતાં. 

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]