14મી વિધાનસભામાં બે દિવસીય સત્રના આજે બીજા દિવસે પણ કોંગ્રેસ દ્વાર લમ્પી વાઇરસ અને મોંઘવારી મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ

14મી વિધાનસભામાં બે દિવસીય સત્રના આજે બીજા દિવસે પણ કોંગ્રેસ દ્વાર લમ્પી વાઇરસ અને મોંઘવારી મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ


ગુજરાત વિધાનસભાનું ગઈકાલથી બે દિવસના ટૂંકા સત્રનો આજે છેલ્લો દિવસ છે જો કો આજે કોંગ્રેસ દ્વારા ગઈકાલની માફક ફરી એક વખત હોબાળો કર્યો હતો અને નારાઓ લગાવ્યા હતા. લંપી વાયરસના મુદ્દા પર પુંજા વંશને પ્રશ્ન પૂછવાની પરવાનગી ન આપતા કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો હતો સુત્રોચાર અને કોંગ્રેસના ધારાસભ્યો પોતાની બેઠક પરથી ઉભા થઇ ગયા હતા. ગુજરાત વિધાનસભાના આજે ચાલી રહેલા અંતિમ સત્રના અંતિમ દિવસે કોંગ્રેસ દ્વારા સુત્રોચાર કરીને વિધાનસભામાંથી વોકઆઉટ કર્યો હતો. કોંગ્રેસે લંપી વાયરસથી ગાયને બચાવોના સુત્રાચ્ચાર ઉચ્ચાર્યા હતા અને ત્યારવબાદ વોકઆઉટ કર્યું હતું. જો કે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર અને પ્રતાપ દુધાતે વોકઆઉટ કર્યું ન હતું અને ગૃહમાં જ બેઠા છે. ભાજપના ધારાસભ્યએ હસતા હસતા કહ્યું કે ભાજપ તરફ આવી જાવ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ગઈકાલે પણ ઉગ્ર દેખાવ કર્યો હતો અને મોંઘવારી, બેકારી, કર્મચારીઓની જૂની માંગણી તેમજ જૂની પેન્સન યોજના અંગે આક્રમક રીતે ધારણા કર્યા હતા અને દેખાવ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ કટઆઉટ પહેરીને સુત્રોચાર કર્યો હતો. ગઈકાલે કોંગ્રેસના 11 ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્સ કરવામાં આવ્યા હતા. આજે પણ ગઈકાલની માફક કોંગ્રેસના ધારાસભ્યોએ તેલના ભાવો વધવાના મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા હતા. આજે ગૃહમાં બંને રાજકીય પક્ષોએ સામસામે સુત્રોચાર કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »