બરવાળા પોલીસે તેમજ હોમગાર્ડ જવાન ની સરાહનીય કામગીરી કરેલ - At This Time

બરવાળા પોલીસે તેમજ હોમગાર્ડ જવાન ની સરાહનીય કામગીરી કરેલ


આજ રોજ તારીખ ૧૬/૦૩/૨૦૨૪ ના રોજ દેવુબેન રાજુભાઇ ધરજીયા રહે હેબતપર તા ધોલેરા જી અમદાવાદ વાળા નાઓ આજરોજ પોતાની ઇકો ગાડી લઇને બરવાળા ખાતે ખરીદી કરવા આવેલ હોય અને પોતાની સાથે એક થેલીમા રોકડ રકમ રૂપીયા ૩૦,૦૦૦ તથા ચાંદીના દાગીના તથા એક મોબાઇલ ફોન લાવેલ હોય જે બરવાળા મેઇન બજાર ખાતે આ રોકડ રકમ તથા ચાંદીના દાગીના વાળી ક્યાક પડી ગયેલ હોય જેથી બરવાળા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પો.સ.ઇ શ્રી એસ જી સરવૈયા સાહેબ નાઓની સુચના મુજબ પો સ્ટે ખાતે હાજર પોલીસ સ્ટાફ તથા હોમગાર્ડ કર્મચારીઓ ની મદદ થી આ થેલીમાની રોકડ રકમ રૂપીયા ૩૦,૦૦૦ તથા ચાંદીના દાગીના તથા એક મોબાઇલ ફોન શોધી આપી બરવાળા પોલીસ સ્ટાફના માણસો તથા હોમગાર્ડ કર્મચારીઓ એ સરાહનિય કામગીરી કરેલ.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.