આર્ષ વિદ્યામંદિર રાજકોટ આયોજીત “અદ્વેત સેવા શિબિર” માં “ગૌસેવા દ્વારા રાષ્ટ્ર સેવા” વિષે ડો. કથીરિયાનું વક્તવ્ય - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/u5xl53azohigzpk6/" left="-10"]

આર્ષ વિદ્યામંદિર રાજકોટ આયોજીત “અદ્વેત સેવા શિબિર” માં “ગૌસેવા દ્વારા રાષ્ટ્ર સેવા” વિષે ડો. કથીરિયાનું વક્તવ્ય


આર્ષ વિદ્યામંદિર રાજકોટ આયોજીત “અદ્વેત સેવા શિબિર” માં “ગૌસેવા દ્વારા રાષ્ટ્ર સેવા” વિષે ડો. કથીરિયાનું વક્તવ્ય

રાજલોટ પ.પૂ. પરમાત્માનંદ સરસ્વતીના માર્ગદર્શન હેઠળ, રાજકોટ - મુંજકા સ્થિત આર્ષ વિદ્યા મંદિરમાં ચાલી રહેલી “અદ્વેત સેવા શિબિર” માં ગૌ – સેવા, ગૌ સંવર્ધન વિશે ડો. કથીરિયાનું વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગૌ સેવા આયોગ – ગુજરાત અને રાષ્ટ્રીય કામધેનું આયોગના પૂર્વ ચેરમેન, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઈ કથીરિયા એ ગૌસેવા, ગૌ સંવર્ધન અને ગૌ સેવાના વિવિધ આયામો સંદર્ભે દેશ અને દુનિયામાં અલગ - અલગ સંસ્થા, સરકાર અને સહકારથી ચાલતી પ્રવૃત્તિનો વિસ્તૃત ચિતાર રજુ કર્યો હતો.
આર્ષ મંદિરમાં ૧૧મી માર્ચથી ૨૦ માર્ચ સુધી અદ્વેત યુવા શિબિર નું આર્ષ વિદ્યામંદિર ખાતે પ.પૂ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીની નિશ્રામાં આયોજન કરવામાં આવ્યું છે. પ્રાતઃકાળે સાડા પાંચ વાગે પ્રારંભાયેલી પ્રવૃત્તિઓ રાત્રે નવ વાગ્યે વિરામ લે તેવી વ્યવસ્થા આ શિબિરમાં ગોઠવવામાં આવી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી યુવા અને મહિલા સાધકો આ શિબિરમાં ભાગ લઈ વ્યક્તિત્વ વિકાસના પાઠો ભણી રહ્યા છે.
શિબિર દરમ્યાન અલગ - અલગ વિષયના તજજ્ઞોના વક્તવ્યનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગ રૂપે ગૌ સેવા, ગૌ સંવર્ધન વિષયના તજજ્ઞા ડો.વલ્લભભાઈ કથીરિયાના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શિબિરમાં ભાગ લેઇ રહેલા આવી પહોંચેલા યુવાનોને સંબોધી ડો.કથીરિયાએ ગૌ સેવાને અનુલક્ષીને વિશેષ જાણકારી આપી યુવાનોને વિકસીત ભારતના ઘડવૈયા બનવા વિસ્તૃત માહિતી સભર ઉદ્બોધન કર્યું હતું. અને ગૌ સેવા દ્વારા રાષ્ટ્રસેવા ગાથા ગૌ આધારિત અર્થવ્યવસ્થા દ્વારા ભારતને 5 $ ટ્રીલિયન ઇકોનીમી સુધી લઈ જવા ગૌ આધારિત કૃષિ, આરોગ્ય, પર્યાવરણ લક્ષી પ્રોજેકટ દ્વારા આર્થિક રીતે ઉન્નત સમાજ રચના માટે કર્મશીલ યોધ્ધા તરીકે યોગદાન માટે અપીલ કરી હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]