શ્રી ગુજરાત રાજય ગૌશાળા પાંજરાપોળ સંઘ’ અને સમસ્ત મહાજન દ્વારા ગૌમાતા પોષણ યોજના ની રકમ વધારવા રજુઆત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zuvfabzzxoi7xpgg/" left="-10"]

શ્રી ગુજરાત રાજય ગૌશાળા પાંજરાપોળ સંઘ’ અને સમસ્ત મહાજન દ્વારા ગૌમાતા પોષણ યોજના ની રકમ વધારવા રજુઆત


શ્રી ગુજરાત રાજય ગૌશાળા પાંજરાપોળ સંઘ’ અને સમસ્ત મહાજન દ્વારા ગૌમાતા પોષણ યોજના ની રકમ વધારવા રજુઆત

સી.આર પાટીલ, હર્ષભાઈ સંઘવી, કનુભાઈ દેસાઈ, કુંવરજીભાઈ બાવળિયા, પ્રફુલભાઈ પાનસુરીયાને ગૌસેવા, જીવદયા અંગેના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ
ગૌમાતા પોષણ યોજના અંતર્ગત મળતી સબસીડી રૂ. 30 થી વધારીને 100 કરવા વિનંતી કરાઈ.‘શ્રી ગુજરાત રાજય ગૌશાળા પાંજરાપોળ સંઘ’ અને સમસ્ત મહાજન દ્વારા ભારત સરકારનાં એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ અને ભારત સરકારનાં પશુપાલન મંત્રાલયનાં માનદ સલાહકાર મિત્તલ ખેતાણીનાં માર્ગદર્શનમાં ગુજરાત રાજ્યનાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, જળ સંસાધન મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાને ગુજરાતની દરેક ગૌશાળાઓ અને પાંજરાપોળોને દૈનિક, પશુ દીઠ, કાયમી સબસિડી રૂ. 30 થી વધારીને 3. 100 કરવા માટે ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જીવદયા, ગૌસેવાનાં વિવિધ પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી. ગૌશાળા, પાંજરાપોળોને જે સબસીડી આપવામાં આવે છે તે નિયમિત સંસ્થા હોય તેને એક હપ્તો એડવાન્સમાં આપવાનું નકકી કરવામાં આવે જેથી સંસ્થા રોજબરોજના ઘાસના ખરીદીને પહોંચી વળે. હાલમાં ગૌશાળા, પાંજરાપોળોને જે સબસીડી ચુકવવામાં આવી રહેલ છે તેની પ્રક્રિયા ખુબ જ જટીલ અને લાંબી છે અને તેમાં સંસ્થાની કરેલ અરજી કયા સ્ટેજે પડેલ છે તેની કોઈ માહિતી સંસ્થાને મળી શકતી નથી અને આ ધણી વખતે સંસ્થાને અરજી કેન્સલ થાય તો તેની જાણ પણ સંસ્થાને કરવામાં આવતી નથી અને ક્યારેક કરવામાં આવે તો ખુબ જ મોડી જાણ થાય છે તો બાબત ધ્યાને લઈ સબસીડી આપવાની અરજીની જે પ્રોસેસ છે તે બધી જ ઓનલાઈન થાય તેમજ તેનો દરેક સ્ટેજે મીનીમમ દીવસમાં નિકાલ થાય તેમજ સંસ્થા દ્વારા તે બાબત ઓનલાઈન ટ્રેક કરી શકાય તેવી સીસ્ટમ અમલમાં મુકવામાં આવે તો તે સંસ્થાઓ માટે ખુબ જ ઉપયોગી થશે આવા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.
સૌ મંત્રીઓને ગૌ માતાના પંચગવ્ય નિર્મિત ગણેશજી ની પ્રતિમાં અર્પણ કરવામાં આવી અને સાથે શ્રી ગુજરાત રાજ્ય ગૌશાળા પાંજરાપોળ સંઘનાં ગાંધીનગર ખાતેના કાર્યાલયની મુલાકાત માટેનું આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું.અત્રે ઉલેખ્ખનીય છે કે પ્રખર ગૌ પ્રેમી કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પણ આ અંગે વખતોવખત રજુઆતો કરાઈ છે. હાલમાં તેમની તબિયત નાદુરસ્ત હોવાને કારણે અન્ય વિભાગનાં મંત્રીઓને આ અંગે વિનંતી પત્રો અપાઈ રહ્યા છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]