ધંધુકા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કાળુભાઈ ડાભી ની ભવ્ય જીતની ખુશીમાં ધોલેરા તાલુકા ભાજપ દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે ધારાસભ્યનો ભવ્ય સ્વાગત સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો - At This Time

ધંધુકા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કાળુભાઈ ડાભી ની ભવ્ય જીતની ખુશીમાં ધોલેરા તાલુકા ભાજપ દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે ધારાસભ્યનો ભવ્ય સ્વાગત સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો


જેમાં રૂણ સ્વીકાર અભિવાદન સમારોહમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો આગેવાનો ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરો દ્વારા પુષ્પ માળા શાલ ઓઢાડી ફટાકડા ફોડી અને ધારાસભ્યનું સન્માન કરાયું હતું જ્યારે ધારાસભ્યે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને કાયમ માટે સાથે રહેવાનો વાયદો કર્યો હતો જ્યારે ધોલેરા સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા ધારાસભ્યનું પ્રસાદીની પુષ્પ માળા પહેરાવી આશીર્વાદ આપી સન્માન કર્યું હતું, ધોલેરા ગ્રામપંચાયતના સરપંચ અને ઉપ સરપંચ પણ આ તકે ધારાસભ્યના હાથે કેશરિયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા 59 ધંધુકા વિધાનસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર કાળુભાઈ ડાભીની ભવ્ય જીત બાદ ધંધુકા મતવિસ્તાર હેઠળ આવતા ધોલેરા ખાતે ધોલેરા તાલુકા ભાજપ સંગઠન દ્વારા ચૂંટાયેલા ધારાસભ્ય કાળુભાઈ ડાભીનો ભવ્ય સ્વાગત સન્માન કાર્યક્રમ રૂણ સ્વીકાર અભિવાદન કાર્યક્રમ આજરોજ તારીખ 18 ડિસેમ્બર 2022 ના રોજ ધોલેરા ખાતે આવેલ પ્રખ્યાત સ્વામીનારાયણ મંદિર નર નારાયણ દેવ મંદિર ખાતેના સભા મંડપમાં યોજવામાં આવેલ હતો જેમાં ધોલેરા તાલુકા ભાજપ પ્રમુખ સાગરભાઈ સોલંકી સહિતના હોદ્દેદારો તેમજ ધોલેરા તાલુકા પંચાયતના પ્રમુખ સુભાષભાઈ સોલંકી સહિતના ચૂંટાયેલા હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્યને ફૂલહાર કરી શાલ ઓઢાડી અને મંદિર પરિસરમાં ફટાકડા ફોડી જીતની ખુશી વ્યક્ત કરી અને ધારાસભ્યનું સન્માન કર્યું હતું જ્યારે ધારાસભ્યે સ્વામીનારાયણ ભગવાનના દર્શન કરી કોઠારી સ્વામી સહિતના સંતોના આશીર્વાદ મેળવ્યા હતા અને સંતોએ પ્રસાદીનો ફૂલહાર પહેરાવી આશીર્વાદ પાઠવ્યા હતા, આ તકે ધોલેરા ગ્રામ પંચાયતના સરપંચ દલપતભાઈ ભાવુભાઈ ધરજીયા તેમજ ઉપ સરપંચ ઘનશ્યામસિંહ હરદેવસિંહ ચુડાસમા પણ ભાજપમાં જોડાયા હતા અને ધારાસભ્યના હસ્તે કેશરિયો ખેસ ધારણ કર્યો હતો, ધારાસભ્યે તમામ બાબતે સૌની સાથે હોવાનું વચન આપી સૌનો ભવ્ય જીત અપાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.