રાજકોટ શહેર ખાતે નેશનલ ગેમ્સમાં યોગાસનમાં ભાગ લઈ રાજકોટનું ગૌરવ વધારતા ખેલાડીઓ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/suiy8rie4rvvqkqb/" left="-10"]

રાજકોટ શહેર ખાતે નેશનલ ગેમ્સમાં યોગાસનમાં ભાગ લઈ રાજકોટનું ગૌરવ વધારતા ખેલાડીઓ.


રાજકોટ શહેર તા.૨૯/૯/૨૦૨૨ ના રોજ ગુજરાત ખાતે આયોજીત ૩૬ નેશનલ ગેમ્સ અન્વયે અમદાવાદ ખાતે યોજાનારી યોગાસન સ્પર્ધામાં રાજકોટના ખેલાડીઓ ગમઢા અંકિત જયંતીભાઈ, મકવાણા કોમલ ભુપેન્દ્રભાઈ અને વાઘેલા ધર્મિષ્ઠા ભુપતભાઈ ભાગ લઈ રાજકોટ જીલ્લાનું ગૌરવ વધારશે. યોગાસનને ભારત સરકારના રમત-ગમત મંત્રાલય દ્રારા માન્યતા પ્રાપ્ત થયા બાદ પ્રથમ વખત ઇન્ડિયન ઓલિમ્પિક એસોશિએશને નેશનલ ગેમ્સમાં યોગાસનને રમત તરીકે સામેલ કરેલ છે. રાજકોટમાં ૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે. તેવામાં સૌ પ્રથમવાર યોગાસનને નેશનલ ગેમ્સમાં સ્થાન મળ્યું છે. જેના લીધે હવે રમત સ્વરૂપે વિશ્વને ‘યોગાસન’ નું આધુનિક સ્વરૂપ જોવા મળશે. રમત તરીકે યોગાસન સ્પર્ધાએ યોગ માટેની જાગૃતતા લાવશે. પરિણાામ સ્વરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વસ્થ ભારત મિશનને વેગ મળશે. આ યોગાસન સ્પર્ધામાં રાજકોટ જીલ્લાનું પ્રતિનિધિ કરતાં ગમઢા અંકિત જયંતીભાઈ, મકવાણા કોમલ ભુપેન્દ્રભાઈ અને વાઘેલા ધર્મિષ્ઠા ભુપતભાઈ અમદાવાદ ખાતે ચાલી રહેલ પ્રિ-નેશનલ કોચીંગ કેમ્પમાં પંસદગી પામેલ છે. જેઓને સરકારશ્રી તરફથી ટ્રેનીગ માટે દિવ્યાકુમારી (ચીફકોચ), દિવ્યા પાર્થ પટેલ (કોચ), અમીત ચોકસી (કોચ), દિવ્યેશ રંઘોળીયા (કોચ) દ્વારા ટ્રેનીગ આપવામાં આવી રહી છે. ૩૬મી નેશનલ ગેમ્સમાં યોગાસન સ્પર્ધા તા.૬ થી ૧૧ ઑક્ટોબર-૨૦૨૨ અમદાવાદમાં ટ્રાન્સસ્ટેડીયા ખાતે યોજાશે. આ ખેલાડીઓ ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કરશે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]