સાબરકાંઠા.... GVK EMRI પશુ ચિકિત્સકો દ્વારા વિશ્વ હડકવા દિવસ ની ઉજવણી કરવામા આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jbkkoyymo6rrv3wp/" left="-10"]

સાબરકાંઠા…. GVK EMRI પશુ ચિકિત્સકો દ્વારા વિશ્વ હડકવા દિવસ ની ઉજવણી કરવામા આવી


GVK EMRIનાં પશુ ચિકિત્સકો દ્વારા વિશ્વ હડકવા દિવસની ઉજવણી કરવામાં આવી

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના અનીયોડ ગામમની પ્રાથમિક શાળામાં GVK EMRIનાં વેટરનરી ડોકટર દ્વારા શાળાના બાળકોને હડકવા રોગ વિશે માહિતી આપી વિશ્વ હડકવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
પશુપાલન વિભાગ અને GVK EMRI દ્વારા PPP મોડલ પર કાર્યરત ૧૫ દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનાં અને ૧ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સાબરકાંઠા જિલ્લા ખાતે કાર્યરત છે. દર વર્ષે ૨૮-૦૯-૨૦૨૨ નાં દિવસે વિશ્વ હડકવા દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે સાબરકાંઠા જિલ્લામા કાર્યરત GVK EMRI નાં પશુ ચિકિત્સકો દ્વારા ગામડાઓ, સ્કૂલો અને કોલેજોમાં વિશ્વ હડકવા દિવસની ઉજવણી કરવામાં હતી. જેમાં
વિશ્વ હડકવા દિવસની ઉજવણીના ભાગ રૂપે GVK EMRI નાં પ્રોગ્રામ મેનેજર ડૉ. મયંક પટેલ, ડૉ. ધૃપલ પટેલ, પ્રતીક સુથાર અને ટીમ તેમજ અનિયોડ પ્રાથમિક શાળાનાં આચાર્યશ્રી સોહિલભાઈ બારોટ તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા.

રિપોર્ટર.અલ્પેશ પટેલ.વડાલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]