તિબેટ-તાઈવાન મુદ્દે સુબ્રમણ્યન સ્વામીના પ્રહારો, 'નેહરૂ-વાજપેયીની મૂર્ખતાના કારણે...' - At This Time

તિબેટ-તાઈવાન મુદ્દે સુબ્રમણ્યન સ્વામીના પ્રહારો, ‘નેહરૂ-વાજપેયીની મૂર્ખતાના કારણે…’


- સ્વામીએ જણાવ્યું કે, તે બંનેની મૂર્ખતાના કારણએ જ ભારતીયોએ એ વાત સ્વીકારી લીધી કે, તિબેટ અને તાઈવાન ચીનનો હિસ્સો છેનવી દિલ્હી, તા. 03 ઓગષ્ટ 2022, બુધવારચીન દ્વારા વારંવાર આપવામાં આવી રહેલી ચેતવણીઓ વચ્ચે અમેરિકી હાઉસ સ્પીકર નેન્સી પેલોસી તાઈવાન પહોંચ્યા છે. આ બધા વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ભાજપના નેતા સુબ્રમણ્યન સ્વામીએ દેશના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ તથા અટલ બિહારી વાજપેયીની ટીકા કરી છે. સ્વામીએ જણાવ્યું કે, તે બંનેની મૂર્ખતાના કારણએ જ ભારતીયોએ એ વાત સ્વીકારી લીધી કે, તિબેટ અને તાઈવાન ચીનનો હિસ્સો છે. વધુમાં જણાવ્યું કે, ચીન હવે પરસ્પર સહમતિથી નિર્ધારિત કરાયેલી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)નું પણ સન્માન નથી કરતું તથા લદ્દાખના કેટલાક વિસ્તારો પર પણ તેણે કબજો જમાવ્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડેહાથ લેતા કહ્યું હતું કે, એક તરફ ચીને લદ્દાખના કેટલાક વિસ્તારો હડપી લીધા છે અને મોદી એમ કહે છે કે, કોઈ આવ્યું જ નથી. તેમનું આ નિવેદન ચોંકાવનારૂં છે. We Indians conceded that Tibet and Taiwan as part of China due the foolishness of Nehru and ABV. But now China does even honour the mutually agreed LAC and grabbed parts of Ladakh while Modi is in stupor stating "koi aaya nahin". China should know we have elections to decide .— Subramanian Swamy (@Swamy39) August 3, 2022 શું લખ્યું છે ટ્વિટમાં સ્વામીએ લખ્યું છે કે, 'આપણે ભારતીયોએ નેહરૂ અને એબીવી (અટલ બિહારી વાજપેયી)ની મૂર્ખતાના કારણે તિબેટ અને તાઈવાનને ચીનના હિસ્સા તરીકે સ્વીકાર્યા. પરંતુ ચીન હવે પરસ્પર સહમતિની એલએસીનું પણ સન્માન નથી કરતું. અને તેણે લદ્દાખના કેટલાક ક્ષેત્રો પર પણ કબજો જમાવ્યો છે. જ્યારે મોદી 'કોઈ આયા નહીં' કહીને સ્તબ્ધ કરી દે છે. ચીનને ખબર હોવી જોઈએ કે આપણાં પાસે નિર્ણય લેવા માટે ચૂંટણી છે.'


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.