ભારતનો તાઈવાન સાથે ત્રણ દાયદા જૂનો સંબંધ, જાણો શુ છે વર્તમાન સ્થિતિ - At This Time

ભારતનો તાઈવાન સાથે ત્રણ દાયદા જૂનો સંબંધ, જાણો શુ છે વર્તમાન સ્થિતિ


નવી દિલ્હી, તા. 03 ઓગસ્ટ 2022 બુધવારઅમેરિકાના સ્પીકર નેન્સી પેલોસી મંગળવારે તાઈવાનના પ્રવાસે પહોંચ્યા. નેન્સી પેલોસીના આ પ્રવાસ મુદ્દે ચીન ભડકી ગયુ છે. અમેરિકી સ્પીકર પેલોસીનો આ પ્રવાસ અમેરિકા અને ચીન વચ્ચે તણાવને વધારી શકે છે. આ સમગ્ર મામલે ભારતની નજર છે. જોકે ભારત તરફથી અત્યાર સુધી આ મામલે કોઈ નિવેદન સામે આવ્યુ નથી.ભારતે અત્યાર સુધી તાઈવાનની સાથે ઔપચારિક રાજદ્વારી સંબંધ વિકસાવ્યા નથી, કેમ કે આ ચીનની વન ચાઈના પોલિસીનુ સમર્થન કરે છે. જોકે, ડિસેમ્બર 2010માં તત્કાલીન ચીની વડાપ્રધાન વેન જિયાબાઓના ભારત પ્રવાસ દરમિયાન નવી દિલ્હીએ સંયુક્ત નિવેદનમાં ચીનની વન ચાઈના પોલિસીના સમર્થનનો ઉલ્લેખ કરાયો નહોતો. શુ છે ભારતની તાઈવાન પર નીતિ?ભારત સરકારે ડિસેમ્બર 2021માં સંસદમાં જણાવ્યુ હતુ કે તેમના તાઈવાનની સાથે કેવા સંબંધ છે? રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરણએ જણાવ્યુ હતુ કે તાઈવાન પર ભારતની નીતિ સ્પષ્ટ અને સુસંગત છે અને આ વેપાર, રોકાણ અને પર્યટનના ક્ષેત્રોમાં વાતચીતને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે.તેમણે જણાવ્યુ હતુ કે સરકાર વેપાર, રોકાણ, પર્યટન, સંસ્કૃતિ, શિક્ષણ અને આ પ્રકારના અન્ય ક્ષેત્રો અને લોકો સાથે લોકોના સંબંધના ક્ષેત્રોમાં વાતચીતને પ્રોત્સાહન આપે છે.શુ તાઈવાન સાથે નિકટતા વધારી રહ્યુ છે ભારત?2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા. તેમણે પોતાના શપથ ગ્રહણમાં તિબેટીયન વહીવટીતંત્રના અધ્યક્ષ લોબસંગ સાંગે સાથે તાઈવાનના રાજદૂત ચુંગ-ક્વાંગ ટીએનને પોતાના શપથ ગ્રહણમાં આમંત્રિત કર્યા. વન ચાઈના પોલિસીનુ પાલન કરતા પણ ભારતે રાજદ્વારી કાર્યો માટે તાઈપેમાં એક ઓફિસ બનાવી છે. અહીં વરિષ્ઠ રાજદ્વારી ભારત-તાઈપે એસોસિએશન (ITA) નુ નેતૃત્વ કરે છે. તાઈવાનનુ નવી દિલ્હીમાં તાઈપે આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર પણ છે. જેની સ્થાપના 1995માં થઈ હતી. ભારત અને તાઈવાનના સંબંધ વાણિજ્ય, સંસ્કૃતિ અને શિક્ષણ પર કેન્દ્રિત છે. ચીનની સંવેદનશીલતાના કારણે આને અત્યાર સુધી જાણીજોઈને લો-પ્રોફાઈલ રાખવામાં આવ્યુ છે. ચીન અને ભારતની વચ્ચે ડોકલામમાં મડાગાંઠ બાદ ભારત અને તાઈવાન વચ્ચે સંસદીય પ્રતિનિધિમંડળનો પ્રવાસ અને ધારાસભ્ય કક્ષાનો સંવાદ 2017માં બંધ થઈ ગયો.પરંતુ તાજેતરના જ અમુક વર્ષોમાં ચીનની સાથે તણાવપૂર્ણ સંબંધોની વચ્ચે ભારતે તાઈવાનની સાથે પોતાના સંબંધોને નિભાવવાનો પ્રયત્ન કર્યો છે. 2020માં ગલવાનમાં થયેલા વિવાદ બાદ ભારતે વિદેશ મંત્રાલયમાં તત્કાલીન સંયુક્ત સચિવ (અમેરિકા) ગૌરાંગલાલ દાસએ તાઈવાનમાં રાજદ્વારી નિયુક્ત કર્યા. મે 2020માં ભાજપએ પોતાના બે સાંસદો મીનાક્ષી લેખી અને રાહુલ કસવાનને તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેનના શપથ ગ્રહણમાં વર્ચ્યુઅલી સામેલ થવા માટે કહ્યુ. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.