૧૦૬-ગઢડા વિધાનસભામાં યુવા મતદારો મતદાન કરવા પ્રોત્સાહિત થાય તે હેતુથી સંપૂર્ણ યુવા કર્મચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક કાર્યરત થશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sthuf7fyni6x4c3d/" left="-10"]

૧૦૬-ગઢડા વિધાનસભામાં યુવા મતદારો મતદાન કરવા પ્રોત્સાહિત થાય તે હેતુથી સંપૂર્ણ યુવા કર્મચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક કાર્યરત થશે


૧૦૬-ગઢડા વિધાનસભામાં યુવા મતદારો મતદાન કરવા પ્રોત્સાહિત થાય તે હેતુથી સંપૂર્ણ યુવા કર્મચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક કાર્યરત થશે

બોટાદ જિલ્લામાં ૧૦ હજારથી વધુ યુવા મતદારો લોકશાહીના અવસરમાં બનશે સહભાગી

બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી પ્રથમ તબક્કામાં યોજાનાર છે. ત્યારે બોટાદ જિલ્લામાં વધુમાં વધુ મતદારો લોકશાહીના મહાપર્વમાં જોડાઇને મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃત્તિ અંગે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે ત્યારે આ વખતે યુવા મતદારો ઉત્સાહથી મતદાન કરવા પ્રેરાય અને લોકશાહીની પ્રક્રિયામાં મતદાન થકી પોતાની પવિત્ર ફરજ નિભાવે તે હેતુસર બોટાદ જિલ્લાની ૧૦૬-ગઢડા વિધાનસભામાં યુવા મતદારો મતદાન કરવા પ્રોત્સાહિત થાય તે હેતુથી સંપૂર્ણ યુવા કર્મચારીઓ દ્વારા સંચાલિત એક મતદાન મથકની રચના કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, બોટાદમાં ૧૦૬-ગઢડા વિધાનસભા મતદાર વિભાગ માટે નવું બિલ્ડીંગ, પ્રાથમિક શાળા રૂમ નં.૨, રળીયાણા, ગઢડા મતદાન મથક ૧૧૭- રળીયાણા ખાતે યુવા કર્મચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક કાર્યરત થશે. આખરી મતદારયાદીમાં સમાવેલી વિગતો પ્રમાણે બોટાદ જિલ્લામાં ૧૮ થી ૧૯ વયજુથમાં ૫,૭૯૭ તેમજ ૨૦ થી ૨૯ વર્ષના વયજુથમાં કુલ ૪,૫૬૪ નવા મતદારો નોંધાયા છે. આમ જિલ્લામાં ૧૦ હજારથી પણ વધુ યુવા મતદારો આ લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનશે.

Branch manager,, Nikunj Chauhan Botad
7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]