જસદણ તાલુકા ખાતેના ૭૨ જસદણ વિધાનસભા મતદાર વિસ્તારમાં ‘મતદાન જાગૃતિ' અભિયાન કાર્યક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ssaggsaubi5mgg9b/" left="-10"]

જસદણ તાલુકા ખાતેના ૭૨ જસદણ વિધાનસભા મતદાર વિસ્તારમાં ‘મતદાન જાગૃતિ’ અભિયાન કાર્યક્રમ યોજાયો


જસદણ તાલુકા ખાતેના ૭૨ જસદણ વિધાનસભા મતદાર વિસ્તારમાં ‘મતદાન જાગૃતિ' અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જસદણ અને વિંછીયા મામલતદાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ ‘હું ભારત છું' ગીત સાથે મતદાન જાગૃતિ રેલી યોજી હતી અને મતદાન જાગૃતિ ઓડિયો મારફતે લોકોને લોકશાહીના પર્વમાં ભાગ લેવા જણાવ્યું હતું. આ અભિયાનમાં મતદાર નોંધણી અધિકારીશ્રી, જસદણ તાલુકાના ઇન્ચાર્જ મામલતદારશ્રી, વિંછીયા તાલુકાના મામલતદારશ્રી અને નાયબ મામલતદારશ્રી, મતદારયાદીની સંયુક્ત ટીમ, તાલુકાની તમામ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ અભિયાનને સફળ બનાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]