શહેરા- એસ.જે.દવે હાઈસ્કુલ ખાતે તાલુકાના ખંડ નિરિક્ષકો માટે બોર્ડ પરિક્ષાને લઈને તાલીમનું આયોજન કરવામા - At This Time

શહેરા- એસ.જે.દવે હાઈસ્કુલ ખાતે તાલુકાના ખંડ નિરિક્ષકો માટે બોર્ડ પરિક્ષાને લઈને તાલીમનું આયોજન કરવામા


શહેરા,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધોરણ- 10 અને 12ની બોર્ડ પરિક્ષાને લઈને શિક્ષણવિભાગ દ્વારા તંત્ર તૈયારી કરી રહ્યુ છે. શહેરા ખાતે આવેલી એસ.જે.દવે હાઈસ્કુલ ખાતે તાલુકાના ખંડ નિરિક્ષકો માટે એક તાલીમનું આયોજન કરવામા આવ્યુ હતું.જેમા પરિક્ષા સમયે શુ કાળજી લેવી સહિતના સુચનો કરવામા આવ્યા હતા.
પંચમહાલ જીલ્લા શિક્ષણાધિકારી કચેરી પંચમહાલ દ્વારા આગામી સમયમાં લેવાનારી ધોરણ- 10-12ની બોર્ડની પરિક્ષાને લઈને ખંડ નિરિક્ષકની તાલીમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. પરિક્ષાના સુચારુ આયોજની તૈયારીની ભાગરુપે આ મિટીંગ યોજાઈ હતી. શહેરા ખાતે એસ.જે.દવે હાઈસ્કુલ ખાતે યોજાયેલી મિટીંગમાં જીલ્લા શિક્ષણાધિકારી જીજ્ઞેશ પટેલ પણ હાજર રહ્યા હતા. શહેરા તાલુકાના ઉપસ્થિત ખંડ નિરિક્ષકોને તાલીમ આપવામા આવી હતી. જેમા પરિક્ષા સમયે કઈ બાબતો ધ્યાનમા રાખવી વગેરે બાબતો ખંડ નિરિક્ષકો ને જણાવામા આવી હતી.

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.