શહેરા ખાતે આવેલી સરકારી વિનયન કોલેજ ખાતે બ્લડ ડોનેશન અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરાયું - At This Time

શહેરા ખાતે આવેલી સરકારી વિનયન કોલેજ ખાતે બ્લડ ડોનેશન અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરાયું


શહેરા,
સરકારી વિનયન કૉલેજ, શહેરા ખાતે એન.એસ.એસ. અંતર્ગત 'બ્લડ ડોનેશન અવેરનેસ પ્રોગ્રામ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રક્તદાન અંગેની જાગૃતિ લાવવાનો રહ્યો હતો. થેલેસેમિયા તેમજ સિકલસેલ જેવી રક્ત સંબંધિત બીમારીઓનો જે લોકો ભોગ બને છે તેમને માટે અન્ય લોકો દ્વારા કરાયેલું રક્તદાન જીવનદાન સમાન સાબિત થતું હોય છે. રેડ ક્રોસ સોસાયટી ગોધરાથી આવેલા ડૉ. આર. કે. ચૌહાણ સોલંકી કલ્પેશભાઈ-(લેબ ટેક્નિશિયન), સંજયભાઈ-(મેલ નર્સ) સાથે તેમની ટીમ હાજર રહી હતી. જેમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. આર. કે. ચૌહાણ બ્લડ ડોનેશન અવેરનેસ અંગે વ્યાખ્યાન આપી વિદ્યાર્થીઓને રક્તદાનનું મહત્વ સમજાવ્યું હતું. કોઈપણ વ્યક્તિ જ્યારે માત્ર એક વખત રક્તદાન કરે છે ત્યારે તે ત્રણ લોકોને નવું જીવન આપી શકે છે તો સમાજના મોટાભાગના લોકો રક્તદાન અંગે જાગૃત થઈ રક્તદાન કરે તો જે લોકો થેલેસેમિયા અને સિકલસેલ જેવી બીમારીનો સામનો કરી રહ્યા છે તેઓને નવું જીવન આપી શકે. રક્તદાનનો મહિમા સમજાવતા જણાવ્યું કે વ્યક્તિ પોતાના જીવનમાં જેટલા પણ દાન કરે છે તેમાંથી રક્તદાન એ મહાદાન છે. એન.એસ.એસ. નો મુખ્ય હેતુ સમાજ સેવાનો રહેલો છે રક્તદાન દ્વારા સમાજ સેવા(માનવ સેવા)નું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકાય છે. કોઈપણ વ્યક્તિએ કરેલું રક્તદાન કેટલાય લોકોના જીવન બચાવી શકે છે. રક્તદાનના મહત્વને સમજતા કોલેજના વિદ્યાર્થીઓએ પણ ભવિષ્યમાં રક્તદાન ચોક્કસ કરીશું તેવો મક્કમ નિર્ણય કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ અંગેનું માર્ગદર્શન કોલેજના આચાર્ય ડૉ. વિપુલ ભાવસાર દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા. લતાબેન બારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની આભાર વિધિ ડૉ. હિંમત મકવાણા કરી હતી. કોલેજનો સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.