સોનાલી ફોગાટના મૃત્યુ કેસમાં ક્લબ માલિક અને ડ્રગ્સ પેડલરની ધરપકડ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sonali-phogat-death-case-club-owner-and-drug-dealer-arrested-in-goa-police/" left="-10"]

સોનાલી ફોગાટના મૃત્યુ કેસમાં ક્લબ માલિક અને ડ્રગ્સ પેડલરની ધરપકડ


- સોનાલી ફાગોટના PA સુધીર સાંગવાન, કર્લી ક્લબના માલિક સુખવિંદર સિંહ અને ડ્રગ્લ પેડલર પોલીસની કસ્ટડીમાં છેચંડીગઢ, તા. 27 ઓગષ્ટ 2022, શનિવારટિકટોક સ્ટાર અને ભાજપ નેતા સોનાલી ફોગાટના મૃત્યું મામલે ગોવા પોલીસે મોટી કાર્યવાહી હાથધરી છે. હાલમાં ગોવા પોલીસે કર્લી ક્લબના માલિકની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસને ક્લબના બથરૂમમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. સોનાલી ફાગોટના PA સુધીર સાંગવાન, કર્લી ક્લબના માલિક સુખવિંદર સિંહ અને ડ્રગ્લ પેડલર પોલીસની કસ્ટડીમાં છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલે પૂછપરછના આધારે સોનાલીના PA સુધીર સાંગવાન અને સુખવિંદર સિંહની શુક્રવારના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે બંનેની વધું પૂછપરછ કરીને સુખવિંદરને ડ્રગ્સ સપ્લાય કરનાર ડ્રગ પેડલરની ધરપકડ કરી હતી. સુધીર સાંગવાન અને સુખવિંદર 22 ઓગસ્ટે સોનાલી સાથે ગોવા પહોંચ્યા હતા.તમને જણાવી દઈએ કે, CCTV ફૂટેજના આધારે પોલીસને જાણવા મળ્યું હતું કે, સોનાલી ફોગાટને બળજબરીથી ડ્રગ્સ પીવડાવવામાં આવ્યું હતું. આરોપી સુધીર સાંગવાન અને તેના સહયોગી સુખવિંદર સિંહ સોનાલી સાથે ક્લબમાં પાર્ટી કરી રહ્યા હતા. સોનાલી ફોગાટની હત્યા રૂપિયા અને પ્રોપર્ટી માટે કરવામાં આવી છે.વધુ વાંચો: સોનાલી ફોગાટને બળજબરીથી ડ્રગ્સના ડોઝ આપવામાં આવતા હતા: ગોવા પોલીસ 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]