વડોદરા: નાગરવાડા વિસ્તારમાં 15 લાખની કિંમતના સામાનની ચોરી સાથે NRI ની દુકાન પચાવી પાડી ! - At This Time

વડોદરા: નાગરવાડા વિસ્તારમાં 15 લાખની કિંમતના સામાનની ચોરી સાથે NRI ની દુકાન પચાવી પાડી !


- કારેલીબાગ પીઆઈએ તસ્દી ન લેતા NRI વૃદ્ધની પોલીસ કમિશનરને રજુઆતવડોદરા,તા.27 ઓગષ્ટ 2022,શનિવારવડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલ દુકાનનો 15 લાખની કિંમત ધરાવતો સામાન અને અગત્યના દસ્તાવેજ ચોરી ત્રણ શખ્સોએ દુકાન પચાવી પાડી હોવાના આક્ષેપ સાથે એનઆરઆઈ વૃદ્ધે પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી છે .અત્રે ઉલ્લેખનીય છે કે, આ બાબતે કારેલીબાગ પીઆઈએ ફરિયાદીની રજૂઆત ન સાંભળી હોવાનું પણ જણાવ્યું છે. આ અંગેની વિગત એવી છે કે ,એન.આર.આઈ. અને શહેરના અજીતાનગર ખાતે મકાન ધરાવતા નીતિન ભાઈ ડાયાભાઈ પટેલની નાગરવાડા વિસ્તારમાં દુકાન આવેલ છે. તેમણે પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે કે, પટેલ ફળિયાના નાકે નાગરવાડામાં રહેતા મોહમ્મદ હનીફ આગેવાન તેમજ અહેમદ મુસાભાઇ અને સુરત માંગરોળના મોહમ્મદ ઈસ્માઈલ રાવતએ દુકાનમાં ચોરી કરી દુકાન પચાવી પાડવાના હેતુથી ફરિયાદીને મારી નાખવાની ધમકી આપી છે. ફરિયાદી નીતિન પટેલના પિતા ૧૯૬૬માં લકી મેન્શનમાં ભાડા પેટે દુકાન રાખી ગુજરાત ટ્રેકટર કોર્પોરેશનના નામે ધંધો કરતાં હતાં. ફરિયાદી તથા તેમના મોટાભાઈ વર્ષ 2013 દરમિયાન અમેરીકા ગયા છે. તે સમયેમકાનના ઓરીજનલ ડોકયુમેન્ટસ, ભાડા પાવતી ધંધાને લગતા કાગળો તીજોરી તેમજ કબાટો તથા અન્ય સામાન મળીને આશરે રૂ।.15 લાખનો સામાન દુકાનમાં હતો. તબીયતના દુરસ્ત હોવાના કારણે ફરિયાદી વર્ષ 2021 દરમિયાન વડોદરા આવ્યા હતા. સાતમી ઓગસ્ટના રોજ દુકાનના તાળા તૂટયા હતા.વધુમાં જણાવ્યું હતું કે જીવનભરની સાચવેલી મીલકત આરોપીઓએ પડાવી લીધી છે. આ બાબતે કારેલીબાગ પો.સ્ટેશનના પી.આઈને જાણ કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ પી.આઈ.એ રજુઆત સાંભળી ન હતી. જેથી પોલીસ કમિશનરને રજૂઆત કરવાની ફરજ પડી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે યુવતી ઉપર હુમલાના બનાવવામાં પણ વાડી પોલીસે યોગ્ય કલમો નહિ લગાવ્યું હોવાના આક્ષેપ થયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.